સત્ય. સાહસ. સંકલ્પ.

રાંચીમાં ભારતને 6 વિકેટથી હાર, વેસ્ટઇન્ડીઝે 250 રનનો ટાર્ગેટ પૂરો કર્યો

રાંચીમાં ભારતને 6 વિકેટથી હાર, વેસ્ટઇન્ડીઝે 250 રનનો ટાર્ગેટ પૂરો કર્યો

રાંચીમાં રમાયેલી બીજી T20I મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 249 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 19.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 250 રન બનાવી મેચ જીતી લીધી હતી.

શાઈ હોપે 45 બોલમાં 102 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેમના કારણે જ વેસ્ટ ઈન્ડિઝે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો સૌથી વધુ રન ચેઝ હાંસલ કર્યો હતો. શેરફાન રધરફોર્ડે પણ 37 બોલમાં 84 રન બનાવીને ભારતીય બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી.

ભારતીય બોલરો નિષ્ફળ રહ્યા હતા. અક્ષર પટેલે 3.3 ઓવરમાં 63 રન આપ્યા હતા, જ્યારે કુલદીપ યાદવે 4 ઓવરમાં 53 રન આપ્યા હતા. નમન ધીર, શિવમ દુબે, અર્શદીપ સિંહ અને મયંક યાદવ સહિત તમામ ભારતીય બોલરોનો ઇકોનોમી રેટ 11થી વધુ હતો.

મેચમાં ઝાકળ એક મુખ્ય પરિબળ હોવાની અપેક્ષા હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝને તેનો ફાયદો થયો હતો. 17મી ઓવરમાં કુલદીપ યાદવને ત્રણ છગ્ગા પડ્યા ત્યારે કોચ ગંભીર ટેન્શનમાં આવી ગયા હતા.

આ જીત સાથે બંને ટીમો વચ્ચેની T20 શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીમાં હજુ ત્રણ મેચ બાકી છે. આગામી T20 મેચ 11 ઓક્ટોબરે ઇન્દોરમાં રમાશે.