સત્ય. સાહસ. સંકલ્પ.

દેશના ઘણા રાજ્યોમાં આજે હવામાન પલટો: ક્યાંક વરસાદ, ક્યાંક ગાઢ ધૂમ્મસ અને હિમવર્ષાની આગાહી

દેશના ઘણા રાજ્યોમાં આજે હવામાન પલટો: ક્યાંક વરસાદ, ક્યાંક ગાઢ ધૂમ્મસ અને હિમવર્ષાની આગાહી

દેશના અનેક રાજ્યોમાં આજે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે ગાઢ ધૂમ્મસ, વરસાદ, ભારે પવન અને હિમવર્ષાને લઈને આગાહી કરી છે. દક્ષિણ-પૂર્વીય બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં દેશના વિવિધ વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે.

રાજધાની દિલ્હીમાં આજે આકાશ વાદળછાયું રહેવાની અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે તેવી આગાહી છે. ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે, જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.

પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને પંજાબમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને ધૂમ્મસને કારણે મુસાફરીમાં સાવચેતી રાખવા જણાવ્યું છે.