વેસ્ટ ઇન્ડીઝે ચોથી T-20 મેચમાં ભારતને 248 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ભારતે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા છે. અભિષેક શર્મા અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.
સંજુ સેમસને 23 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં તેણે 20 બોલમાં ફિફ્ટી પૂરી કરી. તેણે રોસ્ટન ચેઝની ઓવરમાં છગ્ગો ફટકારીને ભારતની T-20માં 2,000 સિક્સ પૂરી કરી. ટીમ ઈન્ડિયા તરફથી આ સિદ્ધિ મેળવનારો તે પહેલો ખેલાડી બન્યો.
ટૉસ હારીને પહેલા બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડીઝે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 247 રન બનાવ્યા. કેપ્ટન શાઈ હોપે 50 બોલમાં 102 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ હતા. આ તેની T-20 કારકિર્દીની ત્રીજી સદી છે. તે વેસ્ટ ઇન્ડીઝ માટે T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. આ પહેલાં તેણે રાંચીમાં રમાયેલી બીજી T-20માં સદી ફટકારી હતી.
શેરફેન રધરફોર્ડે 49 રનની અણનમ ઇનિંગ રમી. ભારત તરફથી પ્રિન્સ યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી.
લક્ષ્યનો પીછો કરતાં ભારતને શરૂઆતમાં સંજુ સેમસન અને ઈશાન કિશનના રૂપમાં બે ઝડપી ફટકા વાગ્યા. કીમો પોલે એક જ ઓવરમાં બંનેને આઉટ કરીને વેસ્ટ ઇન્ડીઝને શાનદાર વાપસી અપાવી. સંજુએ 23 બોલમાં 56 રન બનાવ્યા બાદ પોલની બોલ પર આઉટ થયો, જ્યારે ઈશાન કિશને 3 બોલમાં 6 રન બનાવ્યા. ઈશાને પોલના ત્રીજા બોલ પર છગ્ગો ફટકાર્યો, પરંતુ આગલા જ બોલ પર ડીપ મિડવિકેટ પર જ્વેલ એન્ડ્ર્યુને કેચ આપી બેઠો.
અગાઉ, સંજુ સેમસને શમર જોસેફની ઓવરમાં 2 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરની ત્રીજી બોલ નો-બોલ રહી, ત્યારબાદ ફ્રી-હિટ પર તેણે ચોગ્ગો ફટકાર્યો. ત્યાર પછીની બે બોલ પર સતત છગ્ગા ફટકાર્યા. ઓવરની છેલ્લી બોલ પર સિંગલ લઈને સ્ટ્રાઈક પોતાની પાસે રાખી.
ભારતીય ઇનિંગ્સની પહેલી જ બોલ પર સંજુએ ચોગ્ગો ફટકારીને ખાતું ખોલ્યું. રોસ્ટન ચેઝની ઓવરના બીજા અને ત્રીજા બોલ પર તેમણે અભિષેક શર્માને રન લેવાની ના પાડી દીધી. બંને વચ્ચે રન લેવા અંગે તાલમેલ જોવા મળી નહોતી. ઓવરના અંતિમ 2 બોલ પર સિંગલ આવ્યા.
છેલ્લી ઓવરમાં નીતિશ કુમાર રેડ્ડી સામે 19 રન બન્યા. હોપે ઓવરના છેલ્લા બે બોલ પર સતત છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર તિલક વર્મા કેચ પકડી શક્યો નહીં અને બોલ બાઉન્ડરીની પાર ચાલ્યો ગયો.
બંને ટીમની પ્લેઇંગ-11:
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નિતિશ રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, મયંક યાદવ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.
વેસ્ટ ઇન્ડીઝ: શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.