ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાનને રોમાંચક મુકાબલામાં 1 વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું છે. આ મેચમાં ભારતીય ટીમ લગભગ હારી ગઈ હતી, પરંતુ નીચલા ક્રમના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને ટીમને વિજય અપાવ્યો.
મોહિત ઉલાવા વિજયના હીરો રહ્યા, જેમણે અણનમ 49 રન ફટકારીને ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા મજબૂત શરૂઆત કરી હતી. ઓપનર ઉસ્માન ખાને 111 બોલમાં 3 છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી 107 રન બનાવ્યા, જ્યારે અબ્દુલ કાદિરે 54 બોલમાં 8 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 80 રનની ધમાકેદાર ઇનિંગ રમી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 135 રનની ભાગીદારી થઈ. ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા કેપ્ટન ફરહાન યુસુફે 60 બોલમાં 63 રનની અડધી સદી ફટકારી.
જવાબમાં ભારતીય ટીમે શરૂઆતમાં વિકેટો ગુમાવી, પરંતુ મોહિત ઉલાવાએ નીચલા ક્રમમાં ટકી રહીને ટીમને જીત અપાવી. આ જીતથી ભારતીય ક્રિકેટના યુવા ખેલાડીઓનો મનોબળ વધ્યો છે.