બીસીસીઆઈની સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસ માટે વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ટી-20 સિરીઝ પૂરી થયા બાદ 5 વન-ડે અને 2 ટેસ્ટ રમશે. બંને ફોર્મેટ માટે અલગ-અલગ ટીમ પસંદ કરવામાં આવી છે.
આ કુલ 7 મેચ માટે ત્રણ સ્કવોડ જાહેર થયા છે, જેમાં બે સ્કવોડ વન-ડે માટે છે. વન-ડેના નિયમિત કેપ્ટન શુભમન ગિલ પહેલી ત્રણ વન-ડેમાં ટીમની કમાન સંભાળશે. ત્યાર બાદ ચોથી અને પાંચમી વન-ડેમાં શ્રેયસ અય્યર કેપ્ટનશીપ કરશે. ટેસ્ટ અને વન-ડે બંને ટીમમાં સામેલ ખેલાડીઓ પહેલી ત્રણ વન-ડે રમ્યા પછી રેડ બોલ સિરીઝની તૈયારી માટે છેલ્લી બે વન-ડેમાં નહીં રમે.
ઈજા હોવા છતાં સ્ટાર વિકેટકીપર રિષભ પંત અને ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને આ પ્રવાસ માટે પસંદ કરાયા છે. જોકે બંનેએ ફિટનેસ સાબિત કરવી પડશે. વન-ડે માટે 21 વર્ષીય યુવા વિકેટકીપર-બેટર કુમાર કુશાગ્રને પ્રથમ વાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.
જસપ્રીત બુમરાહને ટી-20 પછી વન-ડે ટીમમાં પણ સ્થાન નથી મળ્યું. તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તે સીધી ટેસ્ટ સિરીઝ રમશે. રવીન્દ્ર જાડેજાને વન-ડેમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
આ પ્રવાસમાં ભારતીય ખેલાડીઓ સામે ન્યૂઝીલેન્ડનો મુકાબલો થશે, જ્યાં ટીમ સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
પ્રથમ 3 વન-ડે માટેની ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બરાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા (ફિટનેસને આધીન) અને કુલદીપ યાદવ.
ચોથી અને પાંચમી વન-ડે માટેની ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર, વાઇસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનૂર બરાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.
ટેસ્ટ સિરીઝ માટેની ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઇસ-કેપ્ટન), દેવદત્ત પડિકલ, રિષભ પંત (વિકેટકીપર - ફિટનેસને આધીન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.