સત્ય. સાહસ. સંકલ્પ.

ઓક્ટોબરમાં મોંઘવારી 6% થવાની ધારણા: ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા

ઓક્ટોબરમાં મોંઘવારી 6% થવાની ધારણા: ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા

આજે 12 નવેમ્બરે ઓક્ટોબર મહિનાના રિટેલ મોંઘવારીના આંકડા જાહેર થશે. નિષ્ણાતોના અંદાજ મુજબ ઓક્ટોબરમાં ભારતમાં રિટેલ મોંઘવારી લગભગ 6% રહેવાની ધારણા છે. સપ્ટેમ્બરમાં આ દર 5.54% હતો.

મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થો અને શાકભાજીના ભાવમાં થયેલો વધારો છે. મોંઘવારીનો દર માગ અને પુરવઠા પર આધાર રાખે છે. જો લોકો પાસે વધુ પૈસા હોય તો વસ્તુઓની માગ વધે છે અને પુરવઠો ઓછો હોય તો ભાવ વધે છે. તેવી જ રીતે, માગ ઓછી અને પુરવઠો વધુ હોય તો ભાવ ઘટે છે.

6% મોંઘવારી દરનો અર્થ એ છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં 6% વધારો થયો છે. આ આંકડો 'કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ' પર આધારિત છે, જેમાં રોજિંદા વપરાશની સેંકડો વસ્તુઓના ભાવનો સમાવેશ થાય છે. કેટલીક વસ્તુઓના ભાવ ઘણા વધ્યા હોય છે, કેટલીકના ઘટ્યા હોય છે, પરંતુ સરેરાશ ખર્ચમાં 6%નો વધારો થયો છે. ઉદાહરણ તરીકે, ગયા વર્ષે ₹100માં મળતી રાશનની વસ્તુ હવે ₹106ની થઈ ગઈ છે.