સત્ય. સાહસ. સંકલ્પ.

પહેલગામ હુમલા બાદ ભારતનો ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ખેલાડીઓ

પહેલગામ હુમલા બાદ ભારતનો ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ખેલાડીઓ

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવમાં હતા. ત્યારે રમતગમત ક્ષેત્રે એક મહત્વનો સમાચાર સામે આવ્યો છે. ભારતે 2027માં પાકિસ્તાનમાં યોજાનારી સાઉથ એશિયન ફેડરેશન (SAF) ગેમ્સમાં ભાગ લેવા સૈદ્ધાંતિક સંમતિ આપી છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર, દક્ષિણ એશિયન ઓલિમ્પિક એસોસિએશનની બેઠકમાં ભારતના પ્રતિનિધિઓએ 4 થી 11 એપ્રિલ 2027 દરમિયાન પાકિસ્તાનમાં યોજાનારી રમતોનું આમંત્રણ સ્વીકાર્યું. ભારતીય દળની વિગતો જાન્યુઆરીમાં જાહેર થશે.

આ રમતોનું આયોજન ઇસ્લામાબાદ, લાહોર અને પેશાવરમાં થશે. ઇસ્લામાબાદમાં 15, લાહોરમાં 10 અને પેશાવરમાં 3 રમતો રમાશે. કુલ 28 રમતોનો સમાવેશ થશે. પાકિસ્તાને છેલ્લે 2004માં SAF ગેમ્સનું આયોજન કર્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લે 2008માં પાકિસ્તાનમાં રમી હતી, પરંતુ અગાઉ SAF ગેમ્સમાં ભારતે ક્રિકેટ ટીમ મોકલી નથી, તેથી આ વખતે તે જોવું રસપ્રદ રહેશે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સુરક્ષા અને સુવિધાઓની સમીક્ષા કરી છે.