સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-પાકિસ્તાન વનડે વર્લ્ડ કપ મેચ માટે 84 લાખ ટિકિટની માંગ, વાન્ડરર્સમાં માત્ર 34,000 બેઠકો

ભારત-પાકિસ્તાન વનડે વર્લ્ડ કપ મેચ માટે 84 લાખ ટિકિટની માંગ, વાન્ડરર્સમાં માત્ર 34,000 બેઠકો

આવતા વર્ષે 10 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડે વર્લ્ડ કપની મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં યોજાનારી છે. આ મેચ માટે 84 લાખ લોકોએ ટિકિટની માંગ કરી છે, જ્યારે સ્ટેડિયમની ક્ષમતા ફક્ત 34,000 દર્શકોની છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

વનડે વર્લ્ડ કપ 2027ની ફાઇનલ 21 નવેમ્બરે એ જ વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ માટે પણ આશરે 80 લાખ ટિકિટની માંગ છે. સમગ્ર ટુર્નામેન્ટ માટે કુલ 9 લાખ ટિકિટ ઉપલબ્ધ છે.

ટુર્નામેન્ટ 7 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ભારત એકબીજા સામે ટકરાશે. 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ ટક્કર થઈ હતી.