સત્ય. સાહસ. સંકલ્પ.

વર્લ્ડકપ 2027: ભારતની પહેલી મેચ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે ટકરાવ

વર્લ્ડકપ 2027: ભારતની પહેલી મેચ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે, 10 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે ટકરાવ

આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડકપ 2027નું શેડ્યુલ જાહેર થઈ ગયું છે. આ વખતે ટૂર્નામેન્ટની મેજબાની સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા સંયુક્ત રીતે કરી રહ્યા છે. મહાકુંભ 2 ઓક્ટોબર 2027થી શરૂ થઈને 21 નવેમ્બર 2027 સુધી ચાલશે.

ભારતીય ટીમ તેની પહેલી મેચ 7 ઓક્ટોબરે કેપ ટાઉનમાં પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે રમશે. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા કુલ પાંચ મેચ રમશે. ત્યાર બાદ સુપર સ્ટેજ અને નોકઆઉટ મેચ રમાશે.

સૌથી મોટો રોમાંચ 10 ઓક્ટોબરે જોવા મળશે, જ્યારે જોહાનિસબર્ગમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને થશે. ત્યાર બાદ ભારત 14 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે ત્શ્વેનમાં, 17 ઓક્ટોબરે ક્વોલિફાયર A સામે બ્લૂમફોન્ટેનમાં અને 24 ઓક્ટોબરે ઝિમ્બાબ્વે સામે વિક્ટોરિયા ફોલ્સમાં રમશે.

ભારતનો ગ્રુપ સ્ટેજ કાર્યક્રમ:

ભારત v/s ઓસ્ટ્રેલિયા – 7 ઓક્ટોબર, 2027 – કેપ ટાઉન
ભારત v/s પાકિસ્તાન – 10 ઓક્ટોબર, 2027 – જોહાનિસબર્ગ
ભારત v/s અફઘાનિસ્તાન – 14 ઓક્ટોબર, 2027 – ત્શ્વેન
ભારત v/s ક્વોલિફાયર A – 17 ઓક્ટોબર, 2027 – બ્લૂમફોન્ટેન
ઝિમ્બાબ્વે v/s ભારત – 24 ઓક્ટોબર, 2027 – વિક્ટોરિયા ફોલ્સ

ગ્રુપ સ્ટેજ પછી સુપર સ્ટેજ અને નોકઆઉટ:

ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં ટોપ-3માં રહેશે તો સુપર સ્ટેજમાં પહોંચશે. સુપર સ્ટેજ માટે કુલ 7 ટીમ ક્વોલિફાય કરશે. ભારત સુપર સ્ટેજમાં પણ 6 મેચ રમશે. ત્યાર બાદ ટોપ-4માં સ્થાન મેળવનાર ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ 17 અને 18 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ 21 નવેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે.

નોકઆઉટ મેચ શેડ્યૂલ:

બુધવાર, 17 નવેમ્બર: પ્રથમ સેમિ-ફાઇનલ – કેપ ટાઉન
ગુરુવાર, 18 નવેમ્બર: બીજી સેમિ-ફાઇનલ – ત્શ્વેન
રવિવાર, 21 નવેમ્બર: ફાઇનલ – જોહાનિસબર્ગ