ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચોની વનડે સિરીઝમાં ભારત 2-0થી આગળ છે. ત્રીજી વનડે વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ થઈ ગઈ હતી. હવે ચોથી વનડે શુક્રવારે, 13 નવેમ્બરે માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલ ખાતે રમાશે.
ચોથી વનડેમાં ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન શુભમન ગિલ, વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને ઝડપી બોલર અંશુલ કમ્બોજ રમતા નથી. આ ત્રણેય ખેલાડીઓની જગ્યાએ ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચોથી અને પાંચમી વનડેમાં શ્રેયસ અય્યર કેપ્ટન્સી કરશે. ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખીને આ બંને મેચો માટે અલગ ટીમ પસંદ કરવામાં આવી છે.
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને તિલક વર્માની વનડે ટીમમાં એન્ટ્રી થઈ છે. કુમાર કુશાગ્રને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અંશુલ કમ્બોજની જગ્યાએ યશ ઠાકુરને ટીમમાં લેવામાં આવ્યો છે.
ચોથી વનડે માટે ભારતીય ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, નમન ધીર, ઋતુરાજ ગાયકવાડ, અક્ષર પટેલ, ઈશાન કિશન (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), આકિબ નબી ડાર, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.
ચોથી વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ: ફિન એલેન, વિલ યંગ, માઈકલ બ્રેસવેલ, નિક કેલી, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડીન ફોક્સક્રોફ્ટ, મિચેલ હે (વિકેટકીપર), ટિમ સીફર્ટ (વિકેટકીપર), ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેથ્યુ ફિશર, મેટ હેનરી અને કાએલ જેમીસન.
લાઈવ ક્યાં જોઈ શકાય? ચોથી વનડે ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર લાઈવ જોઈ શકાશે. મોબાઈલ પર સોની લિવ એપ પર મેચની લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે. બંને જગ્યાએ હિન્દી અને અંગ્રેજી ભાષામાં કોમેન્ટ્રી સાંભળી શકાશે.