સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂઝીલેન્ડ સામેની T20 ટીમ જાહેર: ભુવનેશ્વરની 4 વર્ષ બાદ વાપસી, સ્મૃતિ મંધાના મહિલા ટીમની નવી કેપ્ટન

ન્યૂઝીલેન્ડ સામેની T20 ટીમ જાહેર: ભુવનેશ્વરની 4 વર્ષ બાદ વાપસી, સ્મૃતિ મંધાના મહિલા ટીમની નવી કેપ્ટન

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય પુરુષ T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું ચાર વર્ષ બાદ ટીમમાં કમબેક થયું છે. તેણે છેલ્લે 2022માં મેચ રમી હતી. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ટીમમાં યથાવત છે.

ભારત 22 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર સુધી ન્યૂઝીલેન્ડના પ્રવાસે રહેશે. આ દરમિયાન ટીમ 5 T20, 5 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત હજી બાકી છે.

બીજી તરફ, BCCIએ હરમનપ્રીત કૌરના રાજીનામા બાદ સ્મૃતિ મંધાનાને મહિલા ટીમની કેપ્ટન બનાવી છે. તે આ જ મહિને ઝિમ્બાબ્વે સામે ટીમની કમાન સંભાળશે. હરમનપ્રીતે બોર્ડ સાથે મીટિંગ કર્યા બાદ ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની T20I સિરીઝ માટે ભારતીય ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.