સત્ય. સાહસ. સંકલ્પ.

વરસાદે રોકી ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે, એક પણ બોલ ફેંકાયા વિના મેચ રદ

વરસાદે રોકી ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે, એક પણ બોલ ફેંકાયા વિના મેચ રદ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં રમાનારી ત્રીજી વનડે મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. મેચ અધિકારીઓએ હવામાન સુધરવાની લગભગ પાંચ કલાક રાહ જોઈ, પરંતુ રમત શરૂ કરવા જેટલું મેદાન તૈયાર થઈ શક્યું નહીં. ભારતીય સમય મુજબ સવારે 11:10 વાગ્યે મેચ રદ કરવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી. આ મેચમાં એક પણ બોલ ફેંકાયો ન હતો.

ટોસ ભારતીય સમય મુજબ સવારે 9:15 વાગ્યે થયો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, થોડા સમય પછી વરસાદ ફરી શરૂ થયો અને રમત શરૂ થઈ શકી નહીં.

ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ન્યૂઝીલેન્ડે એક ફેરફાર કર્યો છે. બ્લેર ટિકનર બીજી મેચમાં હેલ્મેટ પર ચોટ લાગવાને કારણે સાત દિવસના વિરામ સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે, તેથી તેની જગ્યાએ મેટ ફિશરને અંતિમ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.

આ મેચ રદ થયા પછી પણ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ છે. આજની મેચ જીતીને ભારત 3-0થી શ્રેણી જીતી શક્યું હોત. સાત વર્ષમાં પહેલી વાર કોઈ ટીમ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડને વનડે શ્રેણીમાં હરાવી શકી હોત.

ભારત ઘરઆંગણે વનડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને હરાવનાર છેલ્લો દેશ છે. 2019માં ટીમ ઈન્ડિયાએ કિવીઓને ઘરઆંગણે 4-1થી હરાવ્યું હતું. ત્યારપછી ન્યૂઝીલેન્ડ પાસે ગયેલી દરેક ટીમને કિવીઓએ હરાવી છે. આ સિલસિલો તોડવા માટે ભારતીય ટીમે હવે 13 નવેમ્બર સુધી રાહ જોવી પડશે. ચોથી વનડે તે દિવસે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.