સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતે ત્રણ સ્વદેશી AI મોડેલ લોન્ચ કર્યા, બે ઇન્ટરનેટ વગર પણ ચાલશે

ભારતે ત્રણ સ્વદેશી AI મોડેલ લોન્ચ કર્યા, બે ઇન્ટરનેટ વગર પણ ચાલશે

ભારતે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવી છે. કેન્દ્ર સરકારના IT મંત્રાલયે 'ઇન્ડિયાએઈ મિશન' હેઠળ ત્રણ સ્વદેશી AI મોડેલ લોન્ચ કર્યા છે. આ મોડેલોના નામ EKA-1, Dhir 2B અને Dhir 5B છે. નવી દિલ્હીમાં IT મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણને આ મોડેલોનું લોકાર્પણ કર્યું હતું. આ ત્રણેય મોડેલ ભારતીય ભાષાઓ અને વેપારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આમાંથી બે મોડેલ ઇન્ટરનેટ વિના પણ કામ કરી શકે છે.

EKA-1 દેશનું સૌથી શક્તિશાળી અને અદ્યતન AI મોડેલ છે. તેને બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ સૉકેટ લેબ્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ઓપન અને સ્પાર્શ હાઈબ્રિજ લેંગ્વેજ મોડેલ જટિલ કાર્યો માટે ડિઝાઇન કરાયું છે. તે અદ્યતન ગણિત, સોફ્ટવેર પ્રોગ્રામિંગ અને તાર્કિક વિશ્લેષણ જેવા અઘરા સવાલોના જવાબ આપી શકે છે. તે એક સાથે અનેક કાર્યો પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મોડેલ 26.3 અબજ પેરામીટર્સ પર આધારિત છે અને તેને 7.5 ટ્રિલિયન ટેક્સ્ટ ટોકન્સના વિશાળ ડેટા સાથે ટ્રેઇન કરવામાં આવ્યું છે. EKA-1 અંગ્રેજી ઉપરાંત ભારતની તમામ અનુસૂચિત ભાષાઓ સમજી શકે છે. તેને ખાસ કરીને બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રો માટે તૈયાર કરાયું છે.

Dhir 2B અને Dhir 5B મોડેલ ZenteiQ AiTech Innovations દ્વારા વિકસાવવામાં આવ્યા છે. આ બંને મોડેલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ચલાવવા માટે મોટા ક્લાઉડ સર્વર કે હાઈ-સ્પીડ ઇન્ટરનેટની જરૂર પડતી નથી. વપરાશકર્તા તેને સીધા પોતાના સ્માર્ટફોન કે લેપટોપમાં ડાઉનલોડ કરીને ઓફલાઈન પણ વાપરી શકે છે. આ મોડેલો સરકારી ઓફિસો, રિસર્ચ સેન્ટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપયોગી થશે.