ભારતીય ક્રિકેટ ટીમે ICC વનડે ટીમ રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ટીમ પાસે હાલમાં 116 રેટિંગ પોઈન્ટ્સ છે. ન્યુઝીલેન્ડ 109 રેટિંગ સાથે બીજા ક્રમે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 102 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે.
ભારત સપ્ટેમ્બર 2023માં પાકિસ્તાનને પાછળ છોડીને વનડે રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યું હતું. ત્યારથી એટલે કે છેલ્લા 35 મહિના અને 18 દિવસથી તે સતત પ્રથમ ક્રમે છે.
ભારતીય ટીમ જાન્યુઆરી 2013માં એમએસ ધોનીની કપ્તાની હેઠળ પ્રથમ વખત ICC વનડે રેન્કિંગમાં નંબર-1 બની હતી. તે સમયે ભારતે ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ઘરઆંગણાની શ્રેણી 3-2થી જીતીને આ સિદ્ધિ મેળવી હતી.
હાલના રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા 102 રેટિંગ સાથે ચોથા, પાકિસ્તાન 100 રેટિંગ સાથે પાંચમા અને શ્રીલંકા 96 રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. ઇંગ્લેન્ડ 93 રેટિંગ સાથે સાતમા અને અફઘાનિસ્તાન 92 રેટિંગ સાથે આઠમા ક્રમે છે. બાંગ્લાદેશ નવમા અને વેસ્ટ ઇન્ડીઝ દસમા સ્થાને છે.
ટોપ-10 પછી ઝિમ્બાબ્વે 63 રેટિંગ સાથે 11મા, આયર્લેન્ડ 51 રેટિંગ સાથે 12મા અને સ્કોટલેન્ડ 45 રેટિંગ સાથે 13મા ક્રમે છે. નેધરલેન્ડ્સ 14મા, અમેરિકા 15મા અને નામિબિયા 16મા સ્થાને છે.
ICCની ટીમ રેન્કિંગમાં મેચોના પરિણામો અને પ્રદર્શનની સાતત્યતાને ધ્યાનમાં લેવામાં આવે છે. દરેક ટીમનું રેટિંગ તેના પ્રદર્શન અને સામેની ટીમની મજબૂતાઈના આધારે નક્કી થાય છે.