સત્ય. સાહસ. સંકલ્પ.

5 વર્ષમાં 11 શહેરોમાં મકાનના ભાવ 63% વધ્યા, મેટ્રો શહેરો કરતાં નાના શહેરો આગળ

5 વર્ષમાં 11 શહેરોમાં મકાનના ભાવ 63% વધ્યા, મેટ્રો શહેરો કરતાં નાના શહેરો આગળ

દેશમાં મકાનોના ભાવ વધવાની ચર્ચા વચ્ચે એક નવો અહેવાલ સામે આવ્યો છે. CII-Knight Frank Indiaના તાજેતરના રિપોર્ટ મુજબ, 2021થી 2026 વચ્ચે 11 ઉભરતા શહેરોમાં ઘરોના ભાવમાં સરેરાશ 63%નો વધારો થયો છે. જ્યારે ટોચના 8 મોટા શહેરોમાં આ વધારો 42% રહ્યો છે.

એટલે કે હવે ફક્ત મુંબઈ કે દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં જ નહીં, પણ નાના ટિયર-2 શહેરોમાં પણ પ્રોપર્ટીના ભાવ ઝડપથી વધી રહ્યા છે.

કયા શહેરમાં કેટલો ભાવ?

ઉભરતા 11 માર્કેટ્સમાં ભાવોમાં મોટો તફાવત જોવા મળ્યો છે. ગોવામાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ સૌથી વધુ છે.

ગોવા – રૂ. 11,500 થી રૂ. 13,500 પ્રતિ ચોરસ ફૂટ

ચંદીગઢ ટ્રાયસિટી – રૂ. 7,500 થી રૂ. 10,500

જયપુર – રૂ. 7,000 થી રૂ. 9,000

કોચી – રૂ. 7,000 થી રૂ. 9,000

લખનૌ – રૂ. 6,500 થી રૂ. 8,500

કોઈમ્બતૂર – રૂ. 6,000 થી રૂ. 8,000

ઈન્દોર – રૂ. 5,500 થી રૂ. 7,500

ભોપાલ – રૂ. 5,000 થી રૂ. 7,000

નાગપુર – રૂ. 4,500 થી રૂ. 6,500

વિશાખાપટ્ટનમ – રૂ. 4,500 થી રૂ. 6,500

નાના શહેરોમાં તેજીનું કારણ શું?

એક્સપ્રેસવે, નવા એરપોર્ટ અને મેટ્રો જેવી સુવિધાઓ વધતાં આ શહેરોમાં ઉદ્યોગો અને રોજગારીની તકો પણ વધી છે. કોરોના પછી હાઇબ્રિડ વર્ક કલ્ચર વધતાં ઘણા લોકો મોટા શહેરોના નાના ઘરો છોડીને નાના શહેરોમાં તમામ સુવિધાઓ ધરાવતા મોટા હાઉસિંગ પ્રોજેક્ટ્સ તરફ વળી રહ્યા છે. આ બંને કારણોને લીધે નાના શહેરોમાં મકાનોની માંગ અને ભાવ બંને ઝડપથી વધ્યા છે.