ભારતે ધરતી પર ધુરંધર દેશની છાપ ઉભી કરવી હોય તો ધર્મ, ધમાલ અને ધંધાની આગળ વિચારતા શીખવું પડશે. આ વિચાર સ્પેક્ટ્રોમીટર-જય વસાવડાએ વ્યક્ત કર્યો છે.
ધરતી પર ધર્મના ડંકા વગાડવાની ચળ ભારતીય ઉપખંડના હિન્દુ અને મુસ્લિમોમાં વધુ જોવા મળે છે, જેમણે વિજ્ઞાન, સ્ત્રીસમાનતા કે કલાત્મકતાના માર્ગે ખાસ વિકાસ કર્યો નથી. ભવ્ય ભારતથી દુનિયાને ઈમ્પ્રેસ કરવાનું ટેમ્પલેટ મંદિરમાં નહિ, પણ ટેમ્પ્ટેશન ફોર ઇનોવેશનમાં છે.
અમેરિકામાં હાલ મિડ ટર્મ સંસદીય ચૂંટણી ચાલી રહી છે, જેમાં પ્રેસિડેન્ટની આકરી કસોટી છે. ટેક્સાસમાં ૯૦ ફૂટના હનુમાનજી મૂર્તિ ચર્ચાનું કેન્દ્ર બની છે. કોઈ રિપબ્લિકન ઉમેદવારે 'જીતીશું તો તોડીશું' પ્રકારનો નારો લહેરાવ્યો, તો અમેરિકન ફોજમાં કામ કરી ચૂકેલા રિખવ બક્ષીએ આવા ભેદભાવ સામે સવાલ ઉઠાવ્યો અને ઓનલાઈન દલીલો શરૂ થઈ.
એક નવી પ્રકારની એશિયન ગેમ શરૂ થઈ છે. અલગ-અલગ દેશોમાં, ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં, અવનવા મંદિરો બનાવીને હિન્દુત્વનું માર્કેટ પ્રોજેક્શન કરવાની હરીફાઈ છે. (જેહાદી ત્રાસવાદને કારણે નવી બનતી મસ્જીદો પ્રત્યે છૂપી એલર્જી પણ છે.) બીજાની લીટી નાની કર્યા વિના, અહંકાર અને તિરસ્કાર વિના, સુખની તલાશ માટે સત્ય, પ્રેમ, કરુણા, માનવતા, સર્જકતા, સમાનતા, વિશ્વબંધુત્વ, સદભાવના, શાંતિ, સૌંદર્ય અને કલ્યાણ જેવા સનાતન મૂલ્યોની ચર્ચા થાય તો ભારતની ઉત્તમ છાપ પડે. પણ મોટે ભાગે કસરત સુપીરિયોરિટી કોમ્પ્લેક્સથી બીજા કરતા ચડિયાતા પુરવાર થવાની છે. સિમ્બોલ મોટા કરી ફોલોઅર્સ બેઝ વધારવાની અને વધુ ફાઈનાન્સ ભેગું કરવાની ભૌતિક મથામણ ધાર્મિક આદર્શો સાથે અથડામણ કરે છે. પરિણામે જગતના લોકો ત્યાં દેખાતા નથી, આપણી જ ઘેલી જનતાની સંકડામણ જોવા મળે છે. ત્યાં રહેતો એક વર્ગ એવો પણ છે કે જેને હવેલીની કાષ્ઠકળા કે નાગર શૈલીની ગજપીઠિકા જેવા મંદિરના સ્થાપત્યમાં સમજ કે રસ નથી. પણ રજાના દિવસે ટાઈમપાસ કરવા અપુનવાલી જગ્યા મળી એની કિક આવે છે, કારણ કે અજાણ્યા દેશમાં ભીતરથી લઘુમતી અનુભવે છે ત્યારે આવા થીમ પાર્ક સ્ટાઇલ ફૂડ ટુ ફન, લેન્ગવેજ ટુ લાઈમલાઈટ બધું ઓફર કરતા ધર્મસ્થળોમાં સન્માન અને સ્વીકાર અનુભવે છે.
હમણાં ટેમ્સ નદીના કાંઠે લંડનમાં ગંગા આરતી થઈ. જ્યાં સામે ગંગા નથી ત્યાં ગંગા આરતી કેવી રીતે થાય? એટલે હકીકતે તો ભારતીય શૈલીમાં દીપ પ્રગટાવી ટેમ્સ આરતી કરવામાં આવી. લંડનમાં મુસ્લિમો ઝુંડ બનાવી નમાઝ પઢે તો આપણે પણ શું કામ પાછળ રહી જઈએ? ઈદી અમીને આફ્રિકામાં રહેતા ગુજરાતીઓને ભગાડ્યા ત્યારે ગંગાકિનારે એમને ભારતે ના વસાવ્યા, પણ ટેમ્સ કિનારે એમને લંડનમાં સ્વમાનભેર રહેવા મળ્યું. પોતાને સીધી રીતે લાગતું ના હોવા છતાં મૂળ ભારતના સલમાન રશદી પર ઈરાની આયાતોલ્લાહે મોતનો ફતવો બહાર પાડ્યો ત્યારે ભારતને બદલે અભિવ્યક્તિ અને સર્જકતાની આઝાદીના નામે ઈંગ્લેન્ડે એમને સુરક્ષા આપી. આવી કશી વાત પર લોકશાહી મૂલ્યો કે જાહેર શિસ્તની નકલ આપણને નહિ ગમે, પણ ધાર્મિક દર્શન-પ્રદર્શનમાં તરત કોપીકેટ થઈ જઈશું.
કલ્ચરના સિમ્બોલ ફક્ત મંદિરો કે મૂર્તિઓ જ હોય એવું નથી. એવા ઘણા ખંડેર એથેન્સ, રોમ, બગદાદ કે પેટ્રામાં જોવા મળે છે. કલ્ચર જોવું હોય તો લુવ્ર જેવા યુરોપ-અમેરિકાના ગમે તે નગરમાં રહેલા આર્ટ મ્યુઝિયમો કે લાયબ્રેરીઝને તીર્થ સમજીને એની યાત્રા કરવી પડે. એટલે તો અબુધાબીએ દુબઈની જેમ ઈન્ટરનેશનલ ટુરિઝમ ડેવલપ કરવાનું નક્કી કર્યું ત્યારે માત્ર ગ્રાન્ડ મોસ્ક નથી બનાવી. સાથે ફેરારી વર્લ્ડની જેમ લુવ્ર મ્યુઝિયમની ફ્રેન્ચાઈઝી લઈને આખો ટાપુ ડેવલપ કર્યો છે!
લુવ્રવાળા પેરિસ અને આખા ફ્રાંસનો સિમ્બોલ કોઈ નોત્રદામ કે માઈકલ જેવા ક્લાસિક દેવળ નહિ, પણ લોઢાનો બનેલો સાયન્સ મીટ્સ આર્ટ જેવો એફિલ ટાવર છે! ૧૮૮૯માં ફ્રેંચ ક્રાંતિની શતાબ્દી અને ત્યાં થનાર વર્લ્ડ એક્સ્પો (જે ચાર વર્ષ પછી ૧૮૯૩માં શિકાગો થયો એમાં તો સ્વામી વિવેકાનંદને બોલવા મળ્યું)નાં આઇકોનિક મોન્યુમેન્ટ માટે એની ડિઝાઈન ઘણા ફ્રેંચ લોકોને પસંદ નહોતી આવતી. લેખક ગાય દ મોપાંસા તો એ બની ગયા પછી એવા રેસ્ટોરાંમાં બેસતા જ્યાં ફ્રેંચ ભાષામાં 'આયર્ન લેડી' કહેવાતી એ ટાવર દેખાય નહિ. પણ બહુ ઓછાને ખબર હશે કે અમેરિકાનું પ્રતીક ગણાય એવું ન્યુયોર્કનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ફ્રાન્સે ભેટ મોકલ્યું એ પુતળાના ઘડવૈયા શિલ્પી ફ્રેડરિક ઓગસ્ટે બાર્થોલ્ડી હતા, પણ એ આજે પણ ટટ્ટાર ઉભું છે એ લોખંડનું માળખું ગુસ્તાવ એફિલે જ ઘડેલું! ટિપિકલ સ્મારક કરતા કૈંક હટ કે રચવાની ધૂનથી પોતાની કંપની બનાવી એણે મોરિસ કોચલીન અને એમિલ નૌગિયર પાસે તૈયાર કરાવી એ બેજોડ હતી. ૩૦૦ મીટર ઊંચુ