સત્ય. સાહસ. સંકલ્પ.
⚡ આ સ્ટોરીનું નવું અપડેટ ઉપલબ્ધ છે: એશિયન ગેમ્સ 2026: સોફ્ટ ટેનિસમાં જય મીણાએ ભારતને અપાવ્યો બ્રોન્ઝ, જાણો

એશિયન ગેમ્સ 2026: સોફ્ટ ટેનિસમાં ભારતને પ્રથમ મેડલ, જય મીણાએ જીત્યો બ્રોન્ઝ

એશિયન ગેમ્સ 2026: સોફ્ટ ટેનિસમાં ભારતને પ્રથમ મેડલ, જય મીણાએ જીત્યો બ્રોન્ઝ

એશિયન ગેમ્સ 2026ના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ શૂટિંગ અને સોફ્ટ ટેનિસમાં સારું પ્રદર્શન કર્યું છે. ભારતના જય મીણાએ સોફ્ટ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં સોફ્ટ ટેનિસમાં ભારતનો આ પહેલો મેડલ છે.

જય મીણા સેમિફાઇનલમાં જાપાનના તુકોયા કુરુસાકા સામે 2-4થી હાર્યા હતા. સેમિફાઇનલમાં હાર બાદ પણ તેમને બ્રોન્ઝ મેડલ મળ્યો છે, કારણ કે આ રમતમાં હારેલા ખેલાડીઓને પણ પદક મળે છે.

અત્યાર સુધીમાં ભારતે કુલ 10 મેડલ જીત્યા છે. જેમાં એક ગોલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝનો સમાવેશ થાય છે. શૂટિંગમાં ભારતને સૌથી વધુ સફળતા મળી છે.

એશિયન ગેમ્સમાં ભારતના અત્યાર સુધીના મેડલ વિજેતાઓ:

શૂટિંગ - મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ: ઇલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદે સિલ્વર મેડલ જીત્યો.

શૂટિંગ - મહિલા 10 મીટર એર રાઇફલ: ઇલાવેનિલ વલારિવને સિલ્વર મેડલ જીત્યો.

શૂટિંગ - મેન્સ 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ: રુદ્રાંશ પાટીલ, હિમાંશુ ઢિલ્લોન અને પાર્થ રાકેશ માનેએ સિલ્વર મેડલ જીત્યો.

MMA - મહિલા ટ્રેડિશનલ 60 કિગ્રા: સુચિકા તરિયાલે બ્રોન્ઝ મેડલ જીત્યો.

શૂટિંગ - મેન્સ 10 મીટર એર રાઇફલ: રુદ્રાંશ પાટીલે બ્રોન્ઝ મેડલ જીત્યો.

શૂટિંગ - મેન્સ 10 મીટર એર રાઇફલ: હિમાંશુ ઢિલ્લોને સિલ્વર મેડલ જીત્યો.

મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો.

શૂટિંગ - સ્કીટ મહિલા ટીમ ઇવેન્ટ: રાયઝા ઢિલ્લોન, માહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો.

શૂટિંગ - સ્કીટ પુરુષ ટીમ ઇવેન્ટ: અનંતજીત સિંહ નારુકા, મૈરાજ અહમદ ખાન અને ભાવતેજ સિંહ ગિલે બ્રોન્ઝ મેડલ જીત્યો.

સોફ્ટ ટેનિસ: જય મીણાએ બ્રોન્ઝ મેડલ જીત્યો.