સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂઝીલેન્ડ સામે સ્લો ઓવર રેટ: ભારતીય ખેલાડીઓની મેચ ફીમાંથી 35% કપાસે, શ્રેયસ અય્યરે સ્વીકારી સજા

ન્યૂઝીલેન્ડ સામે સ્લો ઓવર રેટ: ભારતીય ખેલાડીઓની મેચ ફીમાંથી 35% કપાસે, શ્રેયસ અય્યરે સ્વીકારી સજા

ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી જીત્યા બાદ પણ ભારતીય ટીમ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ દંડ ફટકાર્યો છે. 15 નવેમ્બરે માઉન્ટ માઉંગાનુઈમાં રમાયેલી પાંચમી વન-ડેમાં સ્લો ઓવર રેટને કારણે ખેલાડીઓની મેચ ફીમાંથી 35% કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ICC મુજબ, સમયની છૂટ મળ્યા છતાં ભારત નિર્ધારિત સમયમાં 7 ઓવર ઓછી ફેંકી શક્યું હતું. ICCની આચારસંહિતાની કલમ 2.22 હેઠળ દરેક ઓછી ઓવર માટે ખેલાડીની મેચ ફીના 5%નો દંડ ફટકારવામાં આવે છે.

ભારતના સ્ટેન્ડ-ઇન વનડે કેપ્ટન શ્રેયસ અય્યરે મેચ રેફરી રંજન મદુગલે દ્વારા લાદવામાં આવેલી સજા સ્વીકારી લીધી છે. તેથી આ મામલે ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહીં.

ઉલ્લેખનીય છે કે ભારતે શ્રેણીની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડને 22 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 209 રન બનાવ્યા હતા. શરૂઆતના ઝટકાઓ બાદ ઈશાન કિશન અને અક્ષર પટેલે 46-46 રનની ઇનિંગ્સ રમીને ટીમને સંભાળી હતી.

જવાબમાં ભારતીય બોલરોએ ન્યૂઝીલેન્ડની ટીમને 187 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ જીત સાથે ભારતે શ્રેણી 3-1થી પોતાના નામે કરી હતી. પાંચમી વન-ડેમાં અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી હતી.