સત્ય. સાહસ. સંકલ્પ.

ઇલેક્ટ્રિક કાર બજારમાં ટાટા ટોચ પર, સપ્ટેમ્બરમાં વેચાણ 94% વધ્યું

ઇલેક્ટ્રિક કાર બજારમાં ટાટા ટોચ પર, સપ્ટેમ્બરમાં વેચાણ 94% વધ્યું

ભારતમાં ઇલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી રહી છે. સપ્ટેમ્બર 2026માં દેશમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ 35,995 યુનિટના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં આ 94%નો વધારો છે. એટલે કે પેટ્રોલ-ડીઝલ કારની સરખામણીમાં EV તરફ ગ્રાહકોનો ઝુકાવ ઝડપથી વધી રહ્યો છે. સપ્ટેમ્બરના વેચાણના આધારે ટોચની પાંચ કંપનીઓમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા, JSW MG મોટર, વિનફાસ્ટ અને કિયાનો સમાવેશ થાય છે.

ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક કાર બજારમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. સપ્ટેન્�્ટેમ્બર 2026માં કંપનીએ 14,769 ઇલેક્ટ્રિક કાર વેચીને લગભગ 41% બજાર હિસ્સો મેળવ્યો. કંપનીના EV પોર્ટફોલિયોમાં પંચ EV, નેક્સન EV અને હેરિયર EV જેવા મોડેલો છે.

મહિન્દ્રાએ ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં મજબૂત હાજરી બનાવી છે. સપ્ટેમ્બરમાં કંપનીએ 7,779 EV વેચ્યા અને 21.61% હિસ્સા સાથે બીજું સ્થાન મેળવ્યું. વેચાણમાં વાર્ષિક ધોરણે 96%નો વધારો થયો. BE 6 અને XEV 9e જેવા મોડેલો કંપનીના ઇલેક્ટ્રિક પોર્ટફોલિયોને મજબૂત બનાવી રહ્યા છે.

JSW MG મોટર ઇન્ડિયા સપ્ટેમ્બરમાં 5,242 યુનિટના વેચાણ સાથે ત્રીજા ક્રમે રહી. કંપનીનો બજાર હિસ્સો 14.56% હતો. વાર્ષિક વેચાણમાં આશરે 9%નો વધારો થયો. MG વિન્ડસર EV જેવા મોડેલો કંપનીના વેચાણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

વિયેતનામની કંપની વિનફાસ્ટ ભારતીય EV બજારમાં નવી છે, પરંતુ તેના વેચાણના આંકડા ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. સપ્ટેમ્બર 2026માં કંપનીએ 2,963 ઇલેક્ટ્રિક વાહનો વેચ્યા અને 8.23% બજાર હિસ્સા સાથે ચોથું સ્થાન મેળવ્યું. નવી કંપની હોવા છતાં તેનું પ્રદર્શન દર્શાવે છે કે ભારતીય EV બજારમાં ગ્રાહકો પાસે હવે વધુ વિકલ્પો ઉપલબ્ધ છે.

કિયાએ સપ્ટેમ્બરમાં 1,263 EV વેચાણ સાથે પાંચમું સ્થાન મેળવ્યું અને મારુતિ સુઝુકીને પાછળ છોડી દીધી. કંપનીના EV વેચાણમાં વાર્ષિક ધોરણે 111%નો વધારો થયો. કિયા EV6 જેવા પ્રીમિયમ મોડેલો કંપનીને બજારમાં અલગ પાડે છે.