સત્ય. સાહસ. સંકલ્પ.

મહિલા એશિયા કપ: પાકિસ્તાન 55 રને આઉટ, ભારતની 7 વિકેટે જીત

મહિલા એશિયા કપ: પાકિસ્તાન 55 રને આઉટ, ભારતની 7 વિકેટે જીત

દુબઈમાં રમાયેલી વિમેન્સ એશિયા કપ 2026ની ગ્રુપ સ્ટેજની મેચમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે ભારતે ગ્રુપ સ્ટેજમાં ત્રણેય મેચ જીતીને હેટ્રિક લગાવી છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો પાકિસ્તાની કેપ્ટનનો નિર્ણય ખોટો સાબિત થયો. ભારતીય સ્પિનરોની શાનદાર બોલિંગ સામે પાકિસ્તાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જે એમનો T20માં ઓલટાઇમ લોએસ્ટ સ્કોર છે.

શ્રી ચરણીએ 3 વિકેટ (7 રન) અને પ્રેમા રાવતે 3 વિકેટ (9 રન) ઝડપીને પાકિસ્તાની બેટિંગ લાઇન-અપને તહેસ-નહેસ કરી દીધું. દીપ્તિ શર્માએ પણ 2 વિકેટ લીધી. પાકિસ્તાને 27 રને પહેલી વિકેટ ગુમાવ્યા બાદ બાકીની 9 વિકેટો માત્ર 28 રનના અંતરે ગુમાવી.

લક્ષ્યનો પીછો કરતી વખતે શેફાલી વર્માએ પહેલા બોલે છગ્ગો ફટકારીને આક્રમક શરૂઆત કરી, પરંતુ ફાતિમા સનાના બોલિંગે શેફાલી, પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાને આઉટ કરીને ભારતને ઝાટકા આપ્યા. છતાં કેપ્ટન હરમનપ્રીત કૌર (18 રન) અને દીપ્તિ શર્મા (12 રન)ની સંયમિત બેટિંગથી ભારતે 8.4 ઓવર (52 બોલ)માં લક્ષ્ય હાંસલ કરી લીધું.

T20માં પાકિસ્તાન સામે ભારતની આ સતત પાંચમી જીત છે. ઓક્ટોબર 2022 પછી પાકિસ્તાન ભારતને હરાવી શક્યું નથી. આ જીત સાથે ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં પોતાનું સ્થાન પક્કું કરીને સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી છે.