સત્ય. સાહસ. સંકલ્પ.

ઈન્ડિયા ગઠબંધનની બેઠક: SIR અને ચૂંટણી પંચના મુદ્દે ચર્ચા, કૉંગ્રેસે જાહેર કરી ભાગ લેનારા પક્ષોની યાદી

ઈન્ડિયા ગઠબંધનની બેઠક: SIR અને ચૂંટણી પંચના મુદ્દે ચર્ચા, કૉંગ્રેસે જાહેર કરી ભાગ લેનારા પક્ષોની યાદી

નવી દિલ્હીમાં બુધવારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક શરૂ થઈ છે. કૉંગ્રેસની આગેવાની હેઠળની આ બેઠકમાં દેશભરમાંથી વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ ભાગ લેવા માટે દિલ્હીમાં એકઠા થયા છે. આ બેઠકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને ચૂંટણી પંચને લગતા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર બેઠકમાં ભાગ લેનારા પક્ષોની યાદી જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે, આ ગઠબંધન ભારતના બંધારણને બચાવવા માટે એકજૂથ છે. તેમણે આરોપ લગાવ્યો કે, મોદી સરકાર ચૂંટણી પંચ દ્વારા સત્તામાં રહેવા માટે 'વોટ ચોરી'ની યોજના બનાવી રહી છે.

જયરામ રમેશે જણાવ્યા મુજબ, બેઠકમાં ભાગ લેનારા પક્ષોમાં કૉંગ્રેસ (INC), સમાજવાદી પાર્ટી (SP), તૃણમૂલ કોંગ્રેસ (AITC), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) (NCP-SP), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) (SS-UBT), રાષ્ટ્રીય જનતા દળ (RJD), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) (CPM), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI), જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC), જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (JKPDP), ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) (લિબરેશન) (CPI-ML), ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), કેરળ કૉંગ્રેસ (મણિ) (KC-M), મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), વિદુથલૈ ચિરુથૈગલ કચ્ચી (VCK), રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (RSP), કેરળ કૉંગ્રેસ (જોસેફ) (KC-J) અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક (AIFB)નો સમાવેશ થાય છે.

આ બેઠકમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અને ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ સહિતના મુખ્ય પક્ષો હાજરી આપી રહ્યા છે. વિપક્ષી નેતાઓ SIR પ્રક્રિયા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે.