સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં ભારતે અફઘાનિસ્તાનને 3-0થી હરાવ્યું, શ્રેયસ અય્યરે જીત્યા બાદ જાદરાનને સન્માન આપ્યું

દિલ્હીમાં ભારતે અફઘાનિસ્તાનને 3-0થી હરાવ્યું, શ્રેયસ અય્યરે જીત્યા બાદ જાદરાનને સન્માન આપ્યું

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની ટી-20 શ્રેણી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ. ભારતીય ટીમે ત્રણેય મેચ જીતીને શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી. છેલ્લી મેચમાં ભારતે 127 રનથી વિજય મેળવ્યો.

આ મેચમાં પહેલા બેટિંગ કરતાં ભારતે 222 રન બનાવ્યા હતા. ઓપનર અભિષેક શર્માએ માત્ર 30 બોલમાં સદી ફટકારી. ટેસ્ટ રમતા દેશના ખેલાડી તરીકે સૌથી ઝડપી ટી-20 સદીનો વિશ્વ વિક્રમ તેમણે નોંધાવ્યો. તેમણે 108 રનની ઇનિંગ રમી. તેમની સાથે ઓપનિંગ કરનાર સંજૂ સેમસને સતત બીજી અડધી સદી ફટકારી.

222 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 94 રનમાં સમેટાઈ ગઈ. ટી-20 ક્રિકેટમાં અફઘાનિસ્તાનની આ સૌથી મોટી હાર છે. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી.

શાનદાર સદી બદલ અભિષેક શર્માને 'પ્લેયર ઓફ ધ મેચ' અને 'પ્લેયર ઓફ ધ સીરિઝ'નો ખિતાબ મળ્યો.

શ્રેણી ગુમાવવાથી અફઘાનિસ્તાનના કેપ્ટન ઇબ્રાહિમ જાદરાન દુઃખી હતા. ટ્રોફી સેલિબ્રેશન વખતે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે તેમને પોતાની સાથે સ્ટેજ પર બોલાવ્યા, હિંમત આપી અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા. અય્યરની આ ખેલદિલીની ચારેય તરફ ચર્ચા થઈ રહી છે.

અગાઉ અફઘાનિસ્તાને તેની પહેલી ટેસ્ટ મેચ ભારત સામે રમી હતી અને હારી હતી ત્યારે તત્કાલીન ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ અફઘાનિસ્તાનની આખી ટીમને ભારતીય ટીમની ઉજવણીમાં સામેલ કરી હતી. અય્યરે પણ એ જ મૈત્રીપૂર્ણ પરંપરા આગળ વધારી છે. આખી શ્રેણીમાં આ ઘટના સૌથી વધુ ચર્ચાઈ.