સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ ક્રિકેટ: વરસાદને કારણે ભારત-અફઘાનિસ્તાન ક્વાર્ટર ફાઇનલ રદ, ભારત સેમિફાઇનલમાં

એશિયન ગેમ્સ ક્રિકેટ: વરસાદને કારણે ભારત-અફઘાનિસ્તાન ક્વાર્ટર ફાઇનલ રદ, ભારત સેમિફાઇનલમાં

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કરી ગઈ છે. સોમવારે હાંગઝોઉના નિશિનમાં થયેલા વરસાદને કારણે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ રદ કરવામાં આવી હતી. આ મેચનો ટૉસ પણ થઈ શક્યો નહોતો.

ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં તેના સારા રેન્કિંગના આધારે ટોપ-4માં પહોંચી છે. હવે તેનો મુકાબલો શ્રીલંકા અને નેપાળ વચ્ચે રમાનારી મેચના વિજેતા સાથે થશે. BCCIએ X (ટ્વિટર) પરની એક પોસ્ટ દ્વારા મેચ રદ થવાની માહિતી આપી હતી.

આ મેચ પહેલાં પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ પણ વરસાદના કારણે રદ કરવી પડી હતી. આનાથી પાકિસ્તાન સારા રેન્કિંગના કારણે ટોપ-4માં પહોંચી ગયું છે.

આખા દિવસ વરસાદની આગાહી હતી, જેના કારણે મેચ શરૂ થઈ શકી નહોતી.