સત્ય. સાહસ. સંકલ્પ.

યશસ્વીની સદી અને પ્રસિદ્ધના બે વિકેટે ભારત 'એ'ને ન્યુઝીલેન્ડ 'એ' સામે મજબૂત પકડમાં લીધું

યશસ્વીની સદી અને પ્રસિદ્ધના બે વિકેટે ભારત 'એ'ને ન્યુઝીલેન્ડ 'એ' સામે મજબૂત પકડમાં લીધું

ભારત 'એ' ટીમે ન્યુઝીલેન્ડ 'એ' સામેની ત્રીજી અનઓફિશિયલ ટેસ્ટમાં મજબૂત પકડ જમાવી છે.

પ્રથમ ઇનિંગ્સમાં ભારતે 464 રન બનાવીને ડિકલેર કર્યું હતું, જેમાં યશસ્વી જયસ્વાલના 102 રન તથા તિલક વર્માના 81 અને વોશિંગ્ટન સુંદરના 50 રન (બંને અણનમ)નો ફાળો હતો.

જવાબમાં ન્યુઝીલેન્ડે બીજા દિવસના અંત સુધીમાં 36 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ બંને વિકેટ ઝડપી છે. કિવી ટીમ હજુ પણ ભારત કરતાં 428 રન પાછળ છે.

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 102 રનની શાનદાર સદી ફટકારી હતી, જે આ શ્રેણીમાં તેની સતત બીજી સદી છે. સાઈ સુદર્શને 88 રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન ધ્રુવ જુરેલે 71 રન બનાવ્યા, જ્યારે રવીન્દ્ર જાડેજાએ 25 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે 350 રને પાંચમી વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યારબાદ તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદરે 114 રનની અણનમ ભાગીદારી નોંધાવીને ટીમનો સ્કોર 450ને પાર પહોંચાડ્યો હતો.

ન્યુઝીલેન્ડ 'એ' તરફથી 9 ખેલાડીઓએ બોલિંગ કરી હતી, પરંતુ ભારતીય બેટ્સમેનો સામે કોઈ પણ બોલર પ્રભાવશાળી દેખાવ કરી શક્યો ન હતો. 9 બોલરોમાંથી માત્ર જેક ગિબ્સન જ 2 વિકેટ ઝડપી શક્યો હતો, જ્યારે બાકીના બોલરો વિકેટ માટે સંઘર્ષ કરતા રહ્યા હતા. 72 ઓવર નાખનારા 5 બોલરો એકપણ વિકેટ લઈ શક્યા ન હતા.

લાંબા સમય પછી ટીમમાં પરત ફરેલા ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં બંને વિકેટ ઝડપીને પોતાની ફોર્મનો સંકેત આપ્યો છે. તેણે 5 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ મેળવી છે.