સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-Aએ ન્યૂઝીલેન્ડ-A સામે 284 રનની મજબૂત લીડ મેળવી, પડ્ડીકલ 199 રને રમ્યો

ભારત-Aએ ન્યૂઝીલેન્ડ-A સામે 284 રનની મજબૂત લીડ મેળવી, પડ્ડીકલ 199 રને રમ્યો

ભારત-A અને ન્યૂઝીલેન્ડ-A વચ્ચે લિંકનમાં રમાઈ રહેલી પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટમાં ભારત-Aએ ત્રીજા દિવસના અંતે મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. પ્રથમ ઇનિંગમાં 113 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત-Aએ બીજી ઇનિંગમાં 8 વિકેટે 488 રન બનાવીને 284 રનની લીડ મેળવી છે.

ભારત-A તરફથી દેવદત્ત પડ્ડીકલે 199 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 24 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. તે બેવડી સદીથી એક રન દૂર રહી ગયો. સાઈ સુદર્શને 91 રન અને યશ રાઠોડે 66 રનનું યોગદાન આપ્યું, જ્યારે વોશિંગ્ટન સુંદરે 51 રન ફટકાર્યા.

ન્યૂઝીલેન્ડ-Aની પ્રથમ ઇનિંગ 317 રનમાં પૂરી થઈ હતી. ભારત-A તરફથી અંશુલ કંબોજ અને આકિબ નબીએ 3-3 વિકેટ ઝડપી હતી. ચોથા દિવસની રમતમાં ભારત-A પાસે મોટી લીડ છે.