સત્ય. સાહસ. સંકલ્પ.

ટીમ ઈન્ડિયાએ T20Iમાં 2,000 છગ્ગા પૂરા કર્યા, અભિષેક શર્માએ બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ T20Iમાં 2,000 છગ્ગા પૂરા કર્યા, અભિષેક શર્માએ બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20I મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો, છતાં આ મેચમાં ભારતીય ટીમે છગ્ગા ફટકારવાના મામલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી. ટીમ ઈન્ડિયાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2,000 છગ્ગા પૂરા કર્યા છે.

આ સિદ્ધિ સાથે ભારત T20Iમાં 2,000 છગ્ગા ફટકારનારી વિશ્વની બીજી ટીમ બની છે. આ પહેલાં આ મુકામ માત્ર વેસ્ટ ઈન્ડિઝની ટીમે હાંસલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ સીમાચિહ્ન સંજુ સેમસનના છગ્ગા સાથે પૂરું કર્યું હતું.

આ મેચમાં સ્ટાર ઓપનર અભિષેક શર્મા મોટી ઇનિંગ રમી શક્યો નહોતો, પરંતુ તેણે ફટકારેલા એક છગ્ગાએ તેને નવો વિશ્વ રેકોર્ડ અપાવ્યો. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન તરીકે અભિષેકે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો છે.

2026માં અભિષેકનો આ 69મો છગ્ગો હતો. સૂર્યકુમાર યાદવે 2022માં 68 છગ્ગા ફટકાર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, 54 છગ્ગા સાથે ત્રીજા ક્રમે પણ અભિષેક શર્મા જ છે.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા ત્રણ વખતની T20 વિશ્વ કપ ચેમ્પિયન છે અને છગ્ગા ફટકારવામાં તેનો આંકડો સતત વધી રહ્યો છે.