સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: જાપાનને હરાવી ભારત T20માં 200 મેચ જીતનારી દુનિયાની પ્રથમ ટીમ બની

એશિયન ગેમ્સ 2026: જાપાનને હરાવી ભારત T20માં 200 મેચ જીતનારી દુનિયાની પ્રથમ ટીમ બની

એશિયન ગેમ્સ 2026માં ભારતીય ક્રિકેટ ટીમે જાપાનને હરાવીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 જીત પૂરી કરી છે. આ સાથે ભારત આ ફોર્મેટમાં 200 મેચ જીતનારી દુનિયાની પ્રથમ ટીમ બની છે.

ટીમ ઈન્ડિયાએ અલગ-અલગ ટીમો સામે મજબૂત પ્રદર્શન કર્યું છે. શ્રીલંકા સામે ભારતનો રેકોર્ડ સૌથી શાનદાર રહ્યો છે — 23 મેચ જીત અને 9 હાર. ઓસ્ટ્રેલિયા સામે 22 જીત સામે 12 હાર, દક્ષિણ આફ્રિકા સામે 21 જીત સામે 14 હાર અને વેસ્ટ ઈન્ડિઝ સામે 20 જીત સામે 10 હાર નોંધાઈ છે.

ઈંગ્લેન્ડ સામે ભારતને સૌથી વધુ 16 હાર મળી છે, જ્યારે 18 મેચમાં ભારતે જીત મેળવી છે. અફઘાનિસ્તાન, UAE, નામિબિયા, નેધરલેન્ડ, અમેરિકા, હોંગકોંગ, નેપાળ, સ્કોટલેન્ડ, ઓમાન અને જાપાન સામે ભારતનો હાર વગરનો રેકોર્ડ છે.

જાપાન સામેની આ જીતે ભારતના T20I ઈતિહાસમાં વધુ એક મોટી સિદ્ધિ ઉમેરી છે. 200 જીત એ ટીમ ઈન્ડિયાની આ ફોર્મેટમાં લાંબા સમયની સફળતાની સફરનો મહત્વનો પડાવ છે.