સત્ય. સાહસ. સંકલ્પ.
⚡ આ સ્ટોરીનું નવું અપડેટ ઉપલબ્ધ છે: વરસાદે રડાવ્યું: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પાંચમી T20 રદ, શ્રેણી 2-2ની બરાબરી →

બેંગલુરુમાં વરસાદથી 5મી T20 રદ, ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી 2-2થી બરાબરી પર

બેંગલુરુમાં વરસાદથી 5મી T20 રદ, ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી 2-2થી બરાબરી પર

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પાંચમી અને નિર્ણાયક T20 મેચ વરસાદના કારણે રદ જાહેર કરવામાં આવી છે. આ સાથે પાંચ મેચની શ્રેણી 2-2થી બરાબરી પર સમાપ્ત થઈ છે.

મેચ સાંજે 7 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ મુશળધાર વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો. છેવટે રાત્રે 9 વાગ્યે ટોસ થયો અને 9:15 વાગ્યે મેચ શરૂ થઈ. ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેમને ભીના વાતાવરણનો લાભ લેવાની આશા હતી.

સમયના અભાવને કારણે અમ્પાયરોએ મેચને 9-9 ઓવરની કરી હતી. ભારતીય ઓપનરો અને બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. ઇશાન કિશને 10 બોલમાં 30 રન (3 ચોગ્ગા, 2 છગ્ગા) અને નમન ધીરે 6 બોલમાં અણનમ 24 રન (1 ચોગ્ગો, 3 છગ્ગા) બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ ઐયરે 14 બોલમાં 22 રન અને સંજુ સેમસને 7 બોલમાં 16 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર અભિષેક શર્માએ 4 બોલમાં 6 રન કર્યા હતા, જ્યારે તિલક વર્માએ 6 બોલમાં 7 રન બનાવ્યા હતા.

ભારતે 7.4 ઓવરમાં 5 વિકેટે 118 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ફરી વરસાદ શરૂ થયો અને મેદાન રમવા યોગ્ય રહ્યું નહીં. ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ વેસ્ટ ઈન્ડિઝને 5 ઓવરમાં 85 રનનો લક્ષ્યાંક મળવાનો હતો, પરંતુ વરસાદે મેચ શક્ય બની નહીં. છેવટે અમ્પાયરોએ મેચ પરિણામ વિના રદ કરી.

આ સાથે શ્રેણી 2-2થી ડ્રો થઈ, અને કોઈ ટીમ વિજેતા બની શકી નહીં. ક્રિકેટ ચાહકોને નિર્ણાયક મુકાબલાની આશા હતી, પરંતુ વરસાદે તેના પર પૂર્ણવિરામ મૂક્યું.