સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-અફઘાનિસ્તાન પ્રથમ T20I: વૈભવ કે સંજુ, કોને મળશે તક? જાણો સંભવિત પ્લેઇંગ 11

ભારત-અફઘાનિસ્તાન પ્રથમ T20I: વૈભવ કે સંજુ, કોને મળશે તક? જાણો સંભવિત પ્લેઇંગ 11

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20I મેચ પહેલાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવનને લઈને ચર્ચા ચાલી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે ઓપનિંગમાં સંજુ સેમસનને તક મળશે કે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને. ઈશાન કિશનની પીઠમાં ખેંચાણની સમસ્યાએ પસંદગીનું સમીકરણ વધુ રસપ્રદ બનાવી દીધું છે.

ઇંગ્લેન્ડ પ્રવાસમાં વૈભવને તક મળી હતી, જ્યારે સેમસને અંતિમ મેચમાં વાપસી કરી હતી. ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં સેમસનને આરામ અપાયો હતો અને વૈભવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે બંને ફરી એકસાથે ટીમમાં છે.

11 સપ્ટેમ્બરના નેટ સેશન દરમિયાન ઈશાન કિશનની પીઠમાં ખેંચાણની સમસ્યા સર્જાઈ હતી. તેની ફિટનેસ પ્રથમ મેચની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવશે. જો ઈશાન મેચમાંથી બહાર રહે છે, તો સેમસન અને વૈભવ બંનેને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. જોકે, ઈશાન ફિટ થશે તો એક ખેલાડીને બહાર બેસવું પડી શકે છે.

દિલ્હીની ધીમી પિચને ધ્યાનમાં રાખીને અક્ષર પટેલને સ્પિન ઓલરાઉન્ડર તરીકે તક મળી શકે છે. નીતિશ કુમાર રેડ્ડી અને શિવમ દુબે પણ ઉપયોગી વિકલ્પ બની શકે છે. ઝડપી બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહનું સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. સ્પિન વિભાગમાં વરુણ ચક્રવર્તી સાથે વોશિંગ્ટન સુંદર પણ વિકલ્પ છે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.