મુંબઈના પવઈ સ્થિત IIT બોમ્બેમાં એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના એક વિદ્યાર્થીએ શુક્રવારે સાંજે આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ શનિવારે (19 સપ્ટેમ્બર) સમગ્ર કેમ્પસમાં વિરોધ પ્રદર્શન થયું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થયા અને પ્રશાસન સામે આક્રમક વલણ અપનાવીને આંદોલન કર્યું, જેના કારણે IIT પરિસરમાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, મૃતક વિદ્યાર્થી પરીક્ષા હોલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીએ પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હતું. જોકે, આ દાવાની સત્તાવાર રીતે સંપૂર્ણ પુષ્ટિ થવી હજુ બાકી છે.
IIT બોમ્બે તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નહોતી અને તે પરીક્ષા બાદ પોતાના હોસ્ટેલમાં પરત ગયો હતો. ત્યારબાદ મોડી સાંજે હોસ્ટેલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું. ઘટનાની જાણ થતાં સમગ્ર કેમ્પસમાં ચકચાર મચી ગઈ. વિદ્યાર્થીના મોત બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થયા અને પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.
વિદ્યાર્થીઓએ સમગ્ર ઘટનાની સઘન અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સંસ્થાના પ્રશાસન તરફથી કાઉન્સેલિંગ અને વિદ્યાર્થીઓને જરૂરી સહાય આપવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે. હાલ પોલીસ અને તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. વિદ્યાર્થીના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે અને ઘટનાક્રમમાં પરીક્ષાની ઘટના સાથે કોઈ સંબંધ છે કે નહીં, તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
IIT બોમ્બેના જણાવ્યા અનુસાર, મૃતક વિદ્યાર્થીએ ક્વેશ્ચન પેપર ChatGPT પર અપલોડ કર્યું હતું. આ મામલે વિદ્યાર્થી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પોલીસના જણાવ્યા મુજબ, પરીક્ષા સાંજે 4 વાગ્યે પૂરી થઈ હતી, ત્યારબાદ વિદ્યાર્થી પોતાના રૂમમાં ગયો હતો. સાંજે તે પોતાના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
IIT બોમ્બેના જણાવ્યા અનુસાર, આ મામલે વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નહોતી. સંબંધિત શિક્ષક અને વિભાગીય વડાએ વિદ્યાર્થી સાથે વાતચીત કરી, તેનું કાઉન્સેલિંગ કર્યું અને તેને આશ્વાસન આપ્યું કે આ ઘટનાની તેના શૈક્ષણિક કરિયર પર કોઈ માઠી અસર નહીં પડે.
ત્યારબાદ વિદ્યાર્થી પોતાના હોસ્ટેલના રૂમમાં પાછો ફર્યો હતો. જોકે, મોડી સાંજે તે પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. વિદ્યાર્થીના નિધન પર IIT બોમ્બેએ ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. સંસ્થા દ્વારા ઘટનાથી પ્રભાવિત વિદ્યાર્થીના મિત્રો, સહપાઠીઓ, શિક્ષકો અને અન્ય લોકોને જરૂરી મદદ અને સહયોગ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીના મોત સાથે જોડાયેલી પરિસ્થિતિઓની સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
IIT બોમ્બેમાં એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના એક બીજા વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
વિદ્યાર્થી પરીક્ષામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો અને તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હોવાનો દાવો છે. આ ઘટના બાદ તે તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
IIT બોમ્બેએ જણાવ્યું કે વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેને કાઉન્સેલિંગ આપીને આશ્વાસન અપાયું હતું કે તેના શૈક્ષણિક કરિયર પર કોઈ માઠી અસર નહીં પડે.
વિદ્યાર્થીઓ સમગ્ર ઘટનાની સઘન અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. તેઓએ પ્રશાસન સામે આક્રમક વલણ અપનાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.