સત્ય. સાહસ. સંકલ્પ.

IIT બોમ્બે હોસ્ટેલમાં વિદ્યાર્થીનું મોત: પરીક્ષામાં મોબાઈલ વાપરવાની ઘટનાને લઈને આત્મહત્યા?

IIT બોમ્બે હોસ્ટેલમાં વિદ્યાર્થીનું મોત: પરીક્ષામાં મોબાઈલ વાપરવાની ઘટનાને લઈને આત્મહત્યા?

આઈઆઈટી બોમ્બેના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના એક વિદ્યાર્થીનું શુક્રવાર, 18 સપ્ટેમ્બરની સાંજે મૃત્યુ થયું છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ મામલો આત્મહત્યા તરીકે નોંધાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, તે જ દિવસે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પરીક્ષા હોલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે પ્રશ્નપત્રની તસવીર અને પ્રશ્ન ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તેનું મૃત્યુ થયું છે.

આ ઘટનાથી આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેમ્પસમાં વારંવાર આત્મહત્યાની ઘટનાઓ બનતી હોવાથી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, પોલીસની સમજાવટ બાદ વિદ્યાર્થીઓએ વિરોધ સમેટી લીધો હતો. પ્રદર્શનકારીઓએ સમગ્ર આત્મહત્યા કેસની સઘન તપાસની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના સંદર્ભે IANS એ ટ્વીટ કર્યું હતું કે, આઈઆઈટી બોમ્બેના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન મોબાઈલનો ઉપયોગ કર્યો હતો અને પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હતું. સંસ્થાએ આ મૃત્યુને આત્મહત્યા ગણાવ્યું છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.