કેન્દ્રીય કેબિનેટે 14 ઓક્ટોબરે IDBI બેંકના નવા ખરીદદારને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય હેઠળ કેન્દ્ર સરકાર અને LIC મળીને બેંકમાં પોતાની 60.72% હિસ્સેદારી કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સની કંપની 'ફેરફેક્સ'ને વેચશે. આ ડીલ ₹52,877 કરોડમાં નક્કી થઈ છે. 2022માં ટાટા ગ્રુપને એર ઇન્ડિયા વેચાયા બાદ, આ કેન્દ્ર સરકારનું સૌથી મોટું ડિસઇન્વેસ્ટમેન્ટ છે. રકમની દૃષ્ટિએ આ એર ઇન્ડિયાની ₹18 હજાર કરોડની ડીલ કરતાં પણ લગભગ ત્રણ ગણો મોટો સોદો છે.
સરકાર અને LIC પાસે 34% હિસ્સેદારી રહેશે. IDBI બેંકમાં પોતાની હિસ્સેદારી વેચ્યા બાદ પણ બેંકમાં સરકાર પાસે 15% અને LIC પાસે 19% શેર રહેશે. એટલે કે કુલ હિસ્સેદારી 34% જળવાઈ રહેશે.
શેરહોલ્ડરહાલની હિસ્સેદારીડીલ બાદફેરફેક્સ0%60.72% (નવા પ્રમોટર)LIC49.24%19.00%કેન્દ્ર સરકાર45.48%15.00%જાહેર/અન્ય5.28%5.28%સરકારે બેંકના એક શેરની યોગ્ય કિંમત એટલે કે ફેર વેલ્યુ નક્કી કરવા માટે બે સ્વતંત્ર એજન્સીઓની મદદ લીધી હતી. આ એજન્સીઓએ ગણતરી કર્યા બાદ જણાવ્યું કે IDBI બેંકના એક શેરની નક્કી કિંમત ₹75.99 હોવી જોઈએ. કેનેડિયન કંપની ફેરફેક્સે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી આ બેઝ પ્રાઈસ કરતાં વધુ એટલે કે ₹81 પ્રતિ શેરના હિસાબે બોલી લગાવી. કારણ કે ફેરફેક્સની બોલી સરકારના નક્કી કરેલા અંદાજ કરતાં પ્રતિ શેર ₹5.01 વધુ હતી, તેથી સરકારે તેને સ્વીકારી લીધી.
IDBI બેંકને વેચવાની પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થઈ. તેની શરૂઆત સૌપ્રથમ 7 ઓક્ટોબર 2022ના રોજ થઈ હતી, જ્યારે સરકારે બેંક ખરીદવામાં રસ ધરાવતા ખરીદદારો પાસેથી અરજીઓ મંગાવી હતી. શરૂઆતમાં 5 મોટી કંપનીઓએ રસ દાખવ્યો. સરકારે તમામના દસ્તાવેજો અને નિયમોની તપાસ કરી ત્યારે તેમાંથી માત્ર 4 કંપનીઓ જ યોગ્ય ઠરી. ત્યારબાદ અંતિમ તબક્કામાં બે કંપનીઓએ પોતાના તકનીકી દસ્તાવેજો અને બોલી જમા કરી. સૌથી સારી બોલી લગાવીને કેનેડિયન કંપનીએ આ ડીલ પોતાના નામે કરી લીધી.
ડીલ સાથે જોડાયેલા 2 મહત્વપૂર્ણ સવાલોના જવાબ
સવાલ 1: ફેરફેક્સ ફાઇનાન્શિયલ કોણ છે?
જવાબ: ફેરફેક્સ ફાઇનાન્શિયલ કેનેડા સ્થિત નાણાકીય હોલ્ડિંગ કંપની છે. તેના પ્રમુખ ભારતીય મૂળના કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સ છે. તેમને 'કેનેડાના વોરેન બફેટ' પણ કહેવામાં આવે છે.
સવાલ 2: સામાન્ય ગ્રાહકો અને અકાઉન્ટ હોલ્ડર્સ પર શું અસર પડશે?
જવાબ: બેંકના રોજિંદા કામકાજ, FD, લોન, પાસબુક અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પર ગ્રાહકો માટે કોઈ અસર નહીં પડે. તમારી FD, લીધેલી લોન, બેંક પાસબુક અને મોબાઇલ-નેટ બેંકિંગ સેવાઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે. કંપનીના નવા માલિક આવવાથી બેંકમાં વધુ મૂડીનું રોકાણ થશે, જેના કારણે આવનારા સમયમાં ગ્રાહકોને નવી ટેક્નોલોજી અને વધુ સારી બેંકિંગ સુવિધાઓ મળશે.