સત્ય. સાહસ. સંકલ્પ.

ICC રેન્કિંગમાં ભારતના દબદબા, સ્મૃતિ મંધાના અને શ્રી ચારણી નંબર-1

ICC રેન્કિંગમાં ભારતના દબદબા, સ્મૃતિ મંધાના અને શ્રી ચારણી નંબર-1

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ મહિલા ક્રિકેટની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. આ યાદીમાં ભારતીય ખેલાડીઓએ મજબૂત દેખાવ કર્યો છે. ભારતીય મહિલા ટીમની નવી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ વનડે (ODI) બેટિંગ રેન્કિંગમાં પોતાનું નંબર-1 સ્થાન જાળવી રાખ્યું છે. તેમને 790 રેટિંગ પોઈન્ટ મળ્યા છે.

આ યાદીમાં શ્રી ચારણીએ પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. શ્રી ચારણી T20 બોલરોની રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી છે.

અન્ય ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો, વનડે બેટિંગમાં હરમનપ્રીત કૌર નવમા ક્રમે છે. T20 બેટિંગ રેન્કિંગમાં શેફાલી વર્મા ચોથા, સ્મૃતિ મંધાના પાંચમા અને હરમનપ્રીત કૌર દસમા ક્રમે છે.

દીપ્તિ શર્મા એકમાત્ર ભારતીય ખેલાડી છે જેને મહિલા T20I ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચના 10માં સ્થાન મેળવ્યું છે. તે T20Iમાં ચોથા અને ODIમાં છઠ્ઠા ક્રમે છે.

ટીમ રેન્કિંગની વાત કરીએ તો, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20I અને ODI બંનેમાં ત્રીજા ક્રમે છે.

આ સિવાય, ભારતીય મહિલા ટીમ હવે 16 ઓક્ટોબરથી ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની T20I શ્રેણી રમશે. બંને ટીમો વચ્ચે ODI શ્રેણી 23 ઓક્ટોબરથી શરૂ થશે.