ICC દ્વારા જાહેર કરાયેલી તાજી રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોએ ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. T20I, ODI અને ટેસ્ટની બેટિંગ-બોલિંગ ટોપ-10 યાદીમાં ભારતના કુલ 16 ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે.
T20I બેટિંગમાં ઈશાન કિશન 913 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ બે મેચમાં 82 અને 39 રનની ઇનિંગ રમનાર અભિષેક શર્માએ પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાનને પાછળ છોડીને બીજું સ્થાન મેળવ્યું છે. તિલક વર્મા આઠમા ક્રમે છે. T20I બોલિંગમાં વરુણ ચક્રવર્તી પાંચમા અને જસપ્રીત બુમરાહ સાત સ્થાનની છલાંગ સાથે 10મા ક્રમે પહોંચ્યા છે. રશીદ ખાન પ્રથમ સ્થાને છે.
ODI બેટિંગમાં શુભમન ગિલ 801 પોઈન્ટ્સ સાથે નંબર-1 પર છે. વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા સ્થાને છે. ODI બોલિંગમાં કુલદીપ યાદવ 10મા ક્રમે છે, જ્યારે રશીદ ખાન ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાના નેથન એલિસ ઝિમ્બાબ્વે સામે 5 વિકેટ લઈને પ્રથમ વખત ટોપ-20માં આવ્યા છે.
ટેસ્ટ બેટિંગમાં ઋષભ પંત સાતમા અને શુભમન ગિલ નવમા સ્થાને છે. ઈંગ્લેન્ડના હેરી બ્રૂક પ્રથમ સ્થાને છે. પાકિસ્તાનના બાબર આઝમ બે સ્થાન સુધરીને 13મા ક્રમે પહોંચ્યા છે. ટેસ્ટ બોલિંગમાં ઈંગ્લેન્ડના ઓલી રોબિનસન 23 સ્થાનની છલાંગ સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે ભારતના જસપ્રીત બુમરાહ 853 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. ઈંગ્લેન્ડના જોશ ટંગે 19 વિકેટ સાથે 11મું સ્થાન મેળવ્યું છે.