સત્ય. સાહસ. સંકલ્પ.

વર્લ્ડ કપ 2027: વેસ્ટ ઈન્ડિઝ સીધી ક્વોલિફાય ન થઈ, નામિબિયા યજમાન હોવા છતાં બહાર

વર્લ્ડ કપ 2027: વેસ્ટ ઈન્ડિઝ સીધી ક્વોલિફાય ન થઈ, નામિબિયા યજમાન હોવા છતાં બહાર

2027નો વનડે વર્લ્ડ કપ 24 વર્ષ પછી આફ્રિકા ખંડમાં રમાશે. આ વખતે યજમાન દેશો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા છે. અગાઉ 2003માં આફ્રિકામાં વર્લ્ડ કપ રમાયો હતો.

આ 14મી આવૃત્તિમાં કુલ 14 ટીમો ભાગ લેશે. જેમાંથી 10 ટીમોને સીધી એન્ટ્રી મળી છે. ટૂર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ ટૂર્નામેન્ટ શરૂ થવાના એક વર્ષ પહેલા, 1 ઓક્ટોબર 2026ના રોજ કેપટાઉનમાં જાહેર થવાની અપેક્ષા છે.

યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને યજમાન હોવાના નાતે સીધી એન્ટ્રી મળી ગઈ છે. પરંતુ ત્રીજો યજમાન દેશ નામિબિયા સીધો ક્વોલિફાય ન થઈ શક્યો, કારણ કે તે ICCનો પૂર્ણ સભ્ય (Full Member) નથી.

બાકીની 8 ટીમો 30 સપ્ટેમ્બર 2026ના ICC વનડે રેન્કિંગના આધારે નક્કી થઈ છે. આ યાદીમાં ભારત હાલ ટોચ પર છે. સીધી ક્વોલિફાય થયેલી 10 ટીમો આ છે: દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા.

રેન્કિંગમાં પાછળ રહેવાને કારણે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સીધી ક્વોલિફાય ન થઈ શક્યા. હવે બંને ટીમોએ 2027ની શરૂઆતમાં યોજાનારા ક્વોલિફાયરમાં અન્ય 8 ટીમો સાથે રમવું પડશે. આ 10 ટીમોમાંથી જે 4 ટીમો જીતશે તે વર્લ્ડ કપમાં આગળ વધશે.

જુલાઈ 2026માં ICCએ વર્લ્ડ કપનું ફોર્મેટ બદલ્યું છે. હવે ટૂર્નામેન્ટ ત્રણ તબક્કામાં રમાશે.

સ્ટેજ 1 – સુપર સિરીઝ: ક્વોલિફાયિંગ પ્રક્રિયાના અંતે 12મા, 13મા અને 14મા ક્રમે રહેલી ત્રણ ટીમો વચ્ચે રાઉન્ડ-રોબિન સિરીઝ રમાશે. આમાંથી એક વિજેતા ટીમ આગળ જશે, બાકીની બે બહાર થશે.

સ્ટેજ 2 – ગ્રુપ સ્ટેજ: અહીં કુલ 12 ટીમો ભેગી થશે – સ્ટેજ 1ની વિજેતા ટીમ અને પહેલેથી લાયક 11 ટીમો. આ 12 ટીમોને 6-6 ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. આ તબક્કામાં કુલ 30 મેચ રમાશે. દરેક ગ્રુપમાંથી ટોચની 3 ટીમો (કુલ 6) અને બંને ગ્રુપની બાકીની 6 ટીમોમાંથી સૌથી સારું પ્રદર્શન કરનારી 1 ટીમ – એમ કુલ 7 ટીમો આગળ વધશે.

સ્ટેજ 3 – સુપર 7 અને નોકઆઉટ: આ 7 ટીમો વચ્ચે સિંગલ રાઉન્ડ-રોબિન લીગ રમાશે, જેમાં કુલ 21 મેચ થશે. લીગ પોઈન્ટ ટેબલની ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પ્રથમ સેમિફાઇનલમાં પહેલા ક્રમની ટીમ ચોથા ક્રમની ટીમ સામે અને બીજી સેમિફાઇનલમાં બીજા ક્રમની ટીમ ત્રીજા ક્રમની ટીમ સામે રમશે.