સત્ય. સાહસ. સંકલ્પ.

વનડે વર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન બે વાર ટકરાશે, જુઓ પૂરું શિડ્યુલ

વનડે વર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન બે વાર ટકરાશે, જુઓ પૂરું શિડ્યુલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ 2027ના વનડે વર્લ્ડ કપનું પૂરું સમયપત્રક જાહેર કર્યું છે. આ વર્લ્ડ કપ 2 ઓક્ટોબર 2027થી શરૂ થશે અને 21 નવેમ્બર 2027ના રોજ ફાઇનલ સાથે પૂરો થશે. ટુર્નામેન્ટ આફ્રિકા ખંડમાં રમાશે, જેનું યજમાનપદ દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને ઝિમ્બાબ્વે સંયુક્ત રીતે સંભાળશે.

આ વખતે કુલ 14 ટીમો ભાગ લેશે અને ટુર્નામેન્ટમાં કુલ 57 મેચ રમાશે. ચાહકો માટે સૌથી મોટું આકર્ષણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો રહેશે.

સામાન્ય રીતે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન એક જ વાર ટકરાય છે, પણ 2027ના નવા ફોર્મેટ અને સમયપત્રક મુજબ બંને ટીમો ઓછામાં ઓછી બે વાર આમને-સામને થશે. જો બંને ટીમો ફાઇનલ સુધી પહોંચશે તો ત્રીજી વાર પણ આ મુકાબલો જોવા મળી શકે છે.

ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પહેલી મેચ 10 ઓક્ટોબર 2027ના રોજ જોહાનિસબર્ગમાં રમાશે. બંને ટીમો સુપર-7 તબક્કામાં પહોંચશે તો 7 નવેમ્બર 2027ના રોજ કેપટાઉનમાં ફરી એકવાર ટકરાશે. પાકિસ્તાન ઉપરાંત ભારત ઓસ્ટ્રેલિયા સાથે પણ બે વાર રમશે.

ભારતીય ટીમની ગ્રુપ સ્ટેજની મેચો:

10 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (જોહાનિસબર્ગ)

14 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન (ત્શ્વેન)

17 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ ક્વોલિફાયર ટીમ (બ્લૂમફોન્ટેન)

24 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે (વિક્ટોરિયા ફોલ્સ)

ભારતનું સંભવિત સુપર-7 શિડ્યુલ:

28 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (વિક્ટોરિયા ફોલ્સ)

31 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (જોહાનિસબર્ગ)

4 નવેમ્બર 2027: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (પાર્લ)

7 નવેમ્બર 2027: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (કેપટાઉન)

11 નવેમ્બર 2027: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ (ગકેબેરહા)

14 નવેમ્બર 2027: ભારત વિરુદ્ધ શ્રીલંકા (ડરબન)