સત્ય. સાહસ. સંકલ્પ.

વિરાટ કોહલી ODI રેન્કિંગમાં ત્રીજા ક્રમે, શુભમન ગિલ નંબર-1 યથાવત

વિરાટ કોહલી ODI રેન્કિંગમાં ત્રીજા ક્રમે, શુભમન ગિલ નંબર-1 યથાવત

ICC ના લેટેસ્ટ ODI રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને એક સ્થાનનું નુકસાન થયું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં શૂન્ય રને આઉટ થવાના કારણે તે બીજા ક્રમેથી ત્રીજા ક્રમે સરકી ગયો છે. કોહલીના હાલ 781 રેટિંગ પોઈન્ટ છે.

જ્યારે શુભમન ગિલ 841 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1 પર યથાવત છે. ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલ એક સ્થાન આગળ વધીને 794 પોઈન્ટ સાથે બીજા ક્રમે પહોંચ્યો છે. ભારતના રોહિત શર્મા 770 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.

ODI રેન્કિંગની ટોપ-10માં ભારતના ચાર બેટ્સમેન સામેલ છે, જેમાંથી ત્રણ ટોપ-5માં છે. કેએલ રાહુલ 653 પોઈન્ટ સાથે 11માં ક્રમેથી એક સ્થાન આગળ વધીને 10મા ક્રમે પહોંચ્યો છે.

બીજી તરફ T20 રેન્કિંગમાં શ્રેયસ અય્યર માટે સારા સમાચાર છે. લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20માં તેણે 43 બોલમાં 102 રનની શતકીય ઇનિંગ રમી હતી. તેના ફળસ્વરૂપે તે 25મા સ્થાનેથી સાતમા સ્થાને પહોંચી ગયો છે અને એક જ વારમાં 18 ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.