સત્ય. સાહસ. સંકલ્પ.

ICC દ્વારા પાકિસ્તાની ખેલાડી ગુલ ફિરોઝાને દંડ, અમ્પાયરના નિર્ણય સામે અસંમતિ ભારે પડી

ICC દ્વારા પાકિસ્તાની ખેલાડી ગુલ ફિરોઝાને દંડ, અમ્પાયરના નિર્ણય સામે અસંમતિ ભારે પડી

મહિલા T20 એશિયા કપ 2026માં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન સારું ન રહેવા પામ્યું છે. હવે ટીમના ખેલાડીઓ શિસ્તભંગના કારણે પણ ચર્ચામાં આવી રહ્યા છે. ICCએ પાકિસ્તાની બેટ્સમેન ગુલ ફિરોઝાને અમ્પાયરના નિર્ણય સામે અસંમતિ દર્શાવવા બદલ દંડ ફટકાર્યો છે.

હોંગકોંગ સામેની મેચમાં પાકિસ્તાને 72 રનથી જીત મેળવી હતી, પરંતુ આ મેચમાં ગુલ ફિરોઝા માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. અમ્પાયરે તેને LBW આઉટ આપ્યો હતો, જેના પછી તેણે પોતાના બેટ તરફ ઈશારો કરીને નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.

ICCએ આને આચારસંહિતાની કલમ 2.8 હેઠળ ઉલ્લંઘન ગણાવીને ગુલ ફિરોઝાની મેચ ફીના 10 ટકા દંડની સજા કરી છે. તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.

મહિલા એશિયા કપમાં આ સતત બીજી વખત છે જ્યારે પાકિસ્તાની ખેલાડીને ICCએ સજા કરી છે. અગાઉ ભારત સામેની મેચમાં કેપ્ટન ફાતિમા સનાને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.