સત્ય. સાહસ. સંકલ્પ.

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી રણથંભોર પહોંચ્યા, ટાઇગર સફારીનો પ્લાન

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી રણથંભોર પહોંચ્યા, ટાઇગર સફારીનો પ્લાન

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી ગુરુવારે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર સાથે જોવા મળ્યા. બંનેને પાપારાઝીએ ઘેરી લીધા હતા. ત્યારબાદ બંને એક જ કારમાં સવાઈ માધોપુર સ્થિત રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન તરફ રવાના થયા હતા.

મળતી માહિતી મુજબ, બંને રણથંભોરમાં ટાઇગર સફારીનો આનંદ માણવા પહોંચ્યા છે. તેમનો અહીં બે દિવસ રોકાવાનો કાર્યક્રમ છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના ત્રણ મહિના બાદ 1 ઓક્ટોબરથી રણથંભોર નેશનલ પાર્ક પર્યટકો માટે ફરી ખુલ્યું છે. પહેલા દિવસે દેશી-વિદેશી પર્યટકોનું પરંપરાગત અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઇબ્રાહિમ અને પલક ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા. પલકે ગ્રીન કલરનું ચેક્સવાળું ટોપ અને જીન્સ પહેર્યા હતા, જ્યારે ઇબ્રાહિમે ગ્રીન કલરના શર્ટ અને જીન્સ પહેર્યા હતા. તેમના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બંને વચ્ચેના સંબંધની ચર્ચાઓ ફરી શરૂ થઈ ગઈ છે.

જયપુર એરપોર્ટ પર ઇબ્રાહિમ પોતાના રમુજી અંદાજમાં જોવા મળ્યો હતો. તેના હાથમાં કોફીનો ગ્લાસ હતો. તેણે પાપારાઝી સાથે વાતચીત કરતી વખતે મજાકમાં કહ્યું, "આજે મારી કોફી નહીં ઢોળાય." તેની આ ટિપ્પણી 30 સપ્ટેમ્બરે વાયરલ થયેલા એક વીડિયો સાથે જોડાયેલી છે, જેમાં ચાહક સાથે સેલ્ફી લેતી વખતે તેના હાથમાંથી કોફી ઢોળાઈ ગઈ હતી.

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી વચ્ચે લાંબા સમયથી ડેટિંગની ચર્ચા ચાલી રહી છે. લેટ નાઈટ પાર્ટી હોય કે સાથે ફિલ્મ જોવા જવાનું હોય, બંને ઘણીવાર સાથે જોવા મળે છે. ઇબ્રાહિમ પણ ઘણી વખત પલકને લોકોથી બચાવતા જોવા મળ્યો છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ઇબ્રાહિમને જ્યારે તેના અને પલકના સંબંધો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું હતું કે, "પલક મારી ખૂબ જ સારી મિત્ર છે. તે ખૂબ જ સ્વીટ છે, હું ફક્ત એટલું જ કહી શકું છું."

ઇબ્રાહિમ અલી ખાન બોલિવૂડના જાણીતા ફિલ્મી પરિવારમાંથી આવે છે. તે અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહનો પુત્ર છે. તેની બહેન સારા અલી ખાન પણ બોલિવૂડ અભિનેત્રી છે. તેનાં દાદી શર્મિલા ટાગોર હિન્દી સિનેમાનાં દિગ્ગજ અભિનેત્રીઓમાંના એક છે. ઇબ્રાહિમે 2025માં ફિલ્મ 'નાદાનિયાં'થી અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે ખુશી કપૂર સાથે જોવા મળ્યો હતો. ત્યારબાદ તે 'સરઝમીન'માં કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે જોવા મળ્યો હતો.

પલક તિવારી પણ ટીવી અને બોલિવૂડના જાણીતા પરિવારમાંથી આવે છે. તે અભિનેત્રી શ્વેતા તિવારી અને અભિનેતા રાજા ચૌધરીની પુત્રી છે. પલકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ'થી કરી હતી. ત્યારબાદ તે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળી હતી. આ ઉપરાંત તે 'ધ ભૂતની', 'રોમિયો એસ3' અને 'રોઝી: ધ સેફ્રોન ચેપ્ટર' જેવા પ્રોજેક્ટ્સનો ભાગ રહી ચૂકી છે. આ વર્ષે તે સીરિઝ 'લુક્કે'માં પણ જોવા મળી હતી. તેને ઇન્સ્ટાગ્રામ પર 4.8 મિલિયન ફોલોઅર્સ છે.

ઇબ્રાહિમ અને પલક ઉપરાંત જયપુર એરપોર્ટ પર અભિનેતા, મોડેલ અને ફિટનેસ આઇકન મિલિંદ સોમણ પણ જોવા મળ્યા હતા. એક ચાહકે તેની સાથે ફોટો પડાવવાની ઇચ્છા વ્યક્ત કરતાં...