દેશની સૌથી મોટી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (FMCG) કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)એ તેના લોકપ્રિય ડિટર્જન્ટ અને લોન્ડ્રી ઉત્પાદનોના ભાવમાં 11 ટકા સુધીનો વધારો કર્યો છે. કંપનીએ સર્ફ એક્સેલ, રિન અને વ્હીલ જેવી બ્રાન્ડ્સના વિવિધ પેકની કિંમતમાં રૂ. 1થી રૂ. 10 સુધીનો વધારો કર્યો છે. આ ભાવવધારાની અસર સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર પડશે.
કંપનીએ કાચા માલના વધતા ખર્ચને કારણે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. HULનાં મેનેજિંગ ડિરેક્ટર અને CEO પ્રિયા નાયરે અગાઉ જણાવ્યું હતું કે કોમોડિટી મોંઘવારી વચ્ચે કંપની સમજદારીપૂર્વક ભાવમાં વધારો કરશે.
સર્ફ એક્સેલના નવા ભાવ:
- સર્ફ એક્સેલ ક્વિક વોશ 1 કિલો: રૂ. 235થી વધીને રૂ. 245
- સર્ફ એક્સેલ ક્વિક વોશ 500 ગ્રામ: રૂ. 123થી વધીને રૂ. 128
- સર્ફ એક્સેલ ઇઝી વોશ 1 કિલો: રૂ. 167થી વધીને રૂ. 172
- સર્ફ એક્સેલ ઇઝી વોશ 500 ગ્રામ: રૂ. 85થી વધીને રૂ. 87
- સર્ફ એક્સેલ સાબુ 250 ગ્રામ: રૂ. 3 વધીને રૂ. 45
- સર્ફ એક્સેલ સાબુ 200 ગ્રામ (4નું પેક): રૂ. 145થી વધીને રૂ. 155
રિન અને વ્હીલના નવા ભાવ:
- રિન આલા 500 મિલી: રૂ. 90થી વધીને રૂ. 95
- રિન ડિટર્જન્ટ પાવડર 1 કિલો: રૂ. 120થી વધીને રૂ. 123
- રિન ડિટર્જન્ટ પાવડર 500 ગ્રામ: રૂ. 60થી વધીને રૂ. 63
- વ્હીલ ડિટર્જન્ટ પાવડર 1 કિલો: રૂ. 90થી વધીને રૂ. 93
- વ્હીલ ડિટર્જન્ટ પાવડર 500 ગ્રામ: રૂ. 46થી વધીને રૂ. 47
ઉપરાંત, મોતી ગુલાબ સાબુના 150 ગ્રામ પેકની કિંમત રૂ. 74થી વધારીને રૂ. 82 કરવામાં આવી છે, જે 10 ટકાથી વધુનો વધારો છે.
HULએ જણાવ્યું છે કે કાચા માલના ભાવમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને સમયાંતરે ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. આ ભાવવધારો તહેવારોની સિઝન દરમિયાન ગ્રાહકોને ભારરૂપ બની શકે છે.