સત્ય. સાહસ. સંકલ્પ.

હૃતિક રોશને સબા આઝાદ સાથે 5 વર્ષની ઉજવણી કરી, દરિયાકિનારે રોમેન્ટિક ફોટા શેર કર્યા; પૂર્વ પત્ની સુઝેને આપી પ્રતિક્રિયા

હૃતિક રોશને સબા આઝાદ સાથે 5 વર્ષની ઉજવણી કરી, દરિયાકિનારે રોમેન્ટિક ફોટા શેર કર્યા; પૂર્વ પત્ની સુઝેને આપી પ્રતિક્રિયા

બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદે તેમના સંબંધના પાંચ વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ દિવસે હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર સબા સાથેના કેટલાક રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં બંને દરિયાકિનારે સૂર્યાસ્ત સમયે એકબીજાને ગળે લગાવતા, નદીકિનારે સેલ્ફી લેતા, લંડનના મેફેર વિસ્તારમાં આવેલી ઐતિહાસિક બ્રિટિશ પબ 'ધ મેસન્સ આર્મ્સ'માં બિયર પીતા અને હેલિકોપ્ટરની સવારી કરતા જોવા મળે છે.

આ ફોટા સાથે હૃતિકે લખ્યું, 'આ અમારો બર્થ ડે છે. મારી જાન, 5મી એનિવર્સરી મુબારક.'

હૃતિકની પોસ્ટ પર ચાહકો અને સેલેબ્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. આ દરમિયાન હૃતિકની પૂર્વ પત્ની સુઝેન ખાનની કમેન્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સુઝેને લખ્યું, 'સો સ્વીટ... હેપી એનિવર્સરી.' સાથે તેને હાર્ટ અને લવ ઇમોજી પણ શેર કર્યા.

ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે સુઝેન અને સબા-હૃતિક વચ્ચે આત્મિયતા જોવા મળી હોય. આ વર્ષે હૃતિકના 52માં જન્મદિવસ પર તેણે યૉટ પાર્ટી આપી હતી, જેમાં તે ગર્લફ્રેન્ડ સબા, પૂર્વ પત્ની સુઝેન અને મિત્રો સાથે વેકેશન પર ગયો હતો. તે સમયના ફોટામાં તે ગર્લફ્રેન્ડ અને પૂર્વ પત્ની સાથે હસીખુશીથી જન્મદિવસ ઉજવતો જોવા મળ્યો હતો.

અગાઉ થોડા મહિના પહેલાં હૃતિક રોશન સંબંધિત એક સ્ક્રીનશોટ વાયરલ થયો હતો, જે 'રાયા' નામની સેલિબ્રિટી ડેટિંગ એપનો હોવાનો દાવો કરાયો હતો. તેમાં હૃતિકની પ્રોફાઇલ હતી, જેમાં બાયોમાં 'એક્ટર/પ્રોડ્યુસર/એન્ટરપ્રેન્યોર' લખેલું હતું. આ સ્ક્રીનશોટ વાયરલ થયાના થોડા સમય પહેલાં જ હૃતિકની કથિત પૂર્વ ગર્લફ્રેન્ડ અને ભાજપ સાંસદ કંગના રનૌતે હૃતિક-સબાના સંબંધો પર નિશાન સાધ્યું હતું, ત્યારે યુઝર્સમાં ચર્ચા થઈ હતી કે હૃતિક-સબાના સંબંધને કંગનાની નજર લાગી ગઈ છે.

હૃતિક અને સબાના ડેટિંગની ચર્ચા ફેબ્રુઆરી 2022માં શરૂ થઈ હતી. બંને ડિનર ડેટ્સ અને કરણ જોહરની 50મી બર્થ ડે પાર્ટીમાં સાથે જોવા મળ્યાં હતાં. બાદમાં બંને હૃતિકની પૂર્વ પત્ની સુઝેન અને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે પણ જોવા મળ્યાં હતાં. હૃતિક સબા કરતાં 17 વર્ષ મોટો છે.

હૃતિકના પહેલા લગ્ન સુઝેન ખાન સાથે થયા હતા. બંનેએ 2014માં છૂટાછેડા લીધા હતા. તેમના દીકરાઓના નામ રેહાન અને રિદાન છે. સુઝેન 2022થી અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે.