સત્ય. સાહસ. સંકલ્પ.

હૂતી મિસાઈલ હુમલાથી સાઉદી અરેબિયાના જાઝાનમાં મસ્જિદ ક્ષતિગ્રસ્ત, 500થી વધુ મોત

હૂતી મિસાઈલ હુમલાથી સાઉદી અરેબિયાના જાઝાનમાં મસ્જિદ ક્ષતિગ્રસ્ત, 500થી વધુ મોત

યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના જાઝાન પ્રાંતમાં મિસાઈલ હુમલો કર્યો છે. સાઉદી સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે અને એક મસ્જિદ સહિત અનેક ઇમારતોને નુકસાન થયું છે. હુમલો દક્ષિણી જાઝાન વિસ્તારમાં થયો હતો.

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન અને સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરની શરૂઆતમાં શરૂ થયેલી આ લડાઈમાં અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા સ્થળોને નિશાન બનાવવાની હૂતી વિદ્રોહીઓની કોશિશને 'આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન' ગણાવી છે. તેમણે જણાવ્યું કે જરૂરી ઇમરજન્સી પ્રક્રિયાઓ લાગુ કરી દેવામાં આવી છે.

બીજી તરફ, ઈરાનના સમર્થન ધરાવતા હૂતી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે તેમણે દક્ષિણ નજરાન પ્રાંતના શરૂરાહમાં આવેલા સાઉદી સૈન્ય અડ્ડા પર બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. હૂતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું કે હુમલામાં 'હથિયારોના ગોડાઉનો અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરો'ને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે સાઉદી અરેબિયાને ચેતવણી આપી છે કે જો વધુ સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો સાઉદી ક્ષેત્રની અંદર આનાથી પણ મોટા હુમલા કરવામાં આવશે. બાદમાં સાઉદી સિવિલ ડિફેન્સે જણાવ્યું કે ખમીસ મુશૈત વિસ્તારમાં રહેતા લોકો માટે ચેતવણી જારી કર્યા બાદ હવે ખતરો ટળી ગયો છે.

ઉલ્લેખનીય છે કે હૂતી લડાકુઓએ યમનના સમગ્ર લાલ સમુદ્ર કિનારા પર કબજો કરી લીધો છે અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બંદર શહેર મોચાને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. જ્યારે યમનની સરકારી સેનાઓએ અલ-જૌફ, મારીબ અને અલ-બૈદામાં નવા મોરચા ખોલ્યા છે.

સાઉદી અરેબિયા પણ હૂતી વિદ્રોહીઓને સખત જવાબ આપી રહ્યું છે. સાઉદી હવાઈ હુમલાઓનો મુખ્ય હેતુ હૂતી સેનાની આગળ વધતી ગતિવિધિઓને રોકવાનો છે. સાઉદી અરેબિયા હવે હૂતી વિદ્રોહીઓના સૈન્ય સંસાધનોને ટાર્ગેટ કરી રહ્યું છે. તાજેતરમાં સાઉદી અરેબિયાએ 'અંસાર અલ્લાહ'ના કબજા હેઠળના વિસ્તારો પર 129 હવાઈ હુમલા કર્યા છે, જેમાં ઉત્તરના એ વિસ્તારો પણ સામેલ છે જ્યાં હૂતી જૂથ મારીબ શહેર તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે.