સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પર ધમાકો: 'હોટલ મોટલ પટેલ'નું 'લેટ્સ દિવાળી ડાન્સ' ગીત રિલીઝ, શાનનો સૂર

દિવાળી પર ધમાકો: 'હોટલ મોટલ પટેલ'નું 'લેટ્સ દિવાળી ડાન્સ' ગીત રિલીઝ, શાનનો સૂર

દિવાળી નજીક આવી રહી છે અને આ તહેવારની ઉજવણી માટે ગુજરાતી ફિલ્મ 'હોટલ મોટલ પટેલ'નું નવું ગીત 'લેટ્સ દિવાળી ડાન્સ' રિલીઝ થયું છે. આ ગીત બોલિવૂડના જાણીતા ગાયક શાન, સૂરજ જગન અને યશિતા શર્માએ ગાયું છે. ગીતનું સંગીત સ્મિત જયે આપ્યું છે, જ્યારે ગીતના શબ્દો વિનય દવે અને પ્રેમ ડી. દવેએ લખ્યા છે.

ફિલ્મ હોલિવૂડના જાણીતા દિગ્દર્શક અને નિર્માતા મિતેશ પટેલ દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મ એનઆરઆઈના જીવન પર આધારિત છે અને તેમાં ફ્રેડી દારૂવાલા અને શ્રેણુ પરીખ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં ઓમી વૈદ્ય, સુનીલ વિષરાણી, નીતા વ્યાસ અને જય પંડ્યા પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

'લેટ્સ દિવાળી ડાન્સ' ગીતમાં રેપ પણ ઉમેરવામાં આવ્યો છે, જે કૃતાર્થ શાહે લખ્યો છે. આ રેપ યુવાનોને પરંપરાગત દિવાળી સાથે જોડવાનો પ્રયાસ છે. ગીતનું સંગીત સંરચના અને નિર્માણ સૌરભ લોખંડે અને આકાશ કુમારે કર્યું છે.

દિગ્દર્શક મિતેશ પટેલે જણાવ્યું કે, 'મેં આ ફિલ્મની સ્ક્રિપ્ટ 18 વર્ષ પહેલાં લખી હતી, પરંતુ હવે તેને બનાવવાની તક મળી છે. અમેરિકામાં ક્રિસમસ માટે ઘણાં ગીતો છે, પણ દિવાળી માટે ઓછાં ગીતો છે. તેથી મેં દિવાળીનું ગીત બનાવવાનું નક્કી કર્યું. આ ગીત દરેક પરિવાર અને યુવાનો માટે પરફેક્ટ દિવાળી એન્થમ બનશે.'

ફિલ્મ 'હોટલ મોટલ પટેલ' ભારતમાંથી અમેરિકા અને યુકે જતા યુવાનો અને પરિવારોના સંઘર્ષ અને સફળતાની વાર્તા દર્શાવે છે. આ ફિલ્મ માર્ચ 2027માં રિલીઝ થવાની ધારણા છે.