સત્ય. સાહસ. સંકલ્પ.

હોંગકોંગ સિક્સેસ 2026: ભારત-પાકિસ્તાન વચ્ચે 30 ઓક્ટોબરે મહામુકાબલો, જાણો નિયમો

હોંગકોંગ સિક્સેસ 2026: ભારત-પાકિસ્તાન વચ્ચે 30 ઓક્ટોબરે મહામુકાબલો, જાણો નિયમો

હોંગકોંગ સિક્સેસ 2026 ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ 30 ઓક્ટોબરે મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ પર થશે. આ ટૂર્નામેન્ટમાં 6-6 ખેલાડીઓની 12 ટીમો ભાગ લેશે અને રવિવાર, 1 નવેમ્બરે ફાઇનલ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ 30 ઓક્ટોબરે સવારે 11:45 વાગ્યે (ભારતીય સમય મુજબ) રમાશે. બંને ટીમો ગ્રુપ Cમાં છે, જેમાં UAE પણ સામેલ છે.

ભારતીય ટીમની કપ્તાની કૃણાલ પંડ્યા કરશે. ટીમમાં નીતિશ રાણા, ટી. નટરાજન, રાહુલ ત્રિપાઠી, રાહુલ તેવતિયા અને શશાંક સિંહ જેવા ખેલાડીઓ છે. ભુવનેશ્વર કુમારની પણ પસંદગી થઈ હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં સ્થાન મળતાં તેઓ બહાર થયા છે.

પાકિસ્તાન 6 વખત ચેમ્પિયન બન્યું છે (1997, 2001, 2002, 2011, 2025 સહિત) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે 2005માં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટ્રોફી જીતી હતી. ભારત કુલ 3 વખત ફાઇનલમાં પહોંચ્યું છે.

ટૂર્નામેન્ટમાં 12 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે: ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ અને ઈંગ્લેન્ડ; ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ અને શ્રીલંકા; ગ્રુપ Cમાં ભારત, પાકિસ્તાન અને UAE; ગ્રુપ Dમાં દક્ષિણ આફ્રિકા, ઓમાન અને અફઘાનિસ્તાન.

ટૂર્નામેન્ટની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગ વચ્ચેની મેચથી થશે. ભારત તેની બીજી ગ્રુપ મેચ 31 ઓક્ટોબરે રમશે.

હોંગકોંગ સિક્સેસના નિયમો પરંપરાગત ક્રિકેટથી અલગ છે: દરેક ટીમમાં 6 ખેલાડી અને દરેક ઇનિંગ્સ 6 ઓવરની. વિકેટકીપર સિવાયના 5 ખેલાડીઓએ ફરજિયાત 1-1 ઓવર ફેંકવી પડે છે. આ ફોર્મેટમાં નો-બોલ પર ફ્રી હિટ મળતી નથી.

અન્ય દેશોમાં દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ 5-5 વખત, શ્રીલંકા 2 વખત, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ 1-1 વખત વિજેતા બન્યા છે.