સત્ય. સાહસ. સંકલ્પ.

હોન્ડા એલિવેટ ફેસલિફ્ટ લોન્ચ: ₹11.80 લાખથી શરૂ, રીઅર વેન્ટિલેટેડ સીટ સાથે

હોન્ડા એલિવેટ ફેસલિફ્ટ લોન્ચ: ₹11.80 લાખથી શરૂ, રીઅર વેન્ટિલેટેડ સીટ સાથે

હોન્ડા કાર્સ ઈન્ડિયાએ તેની કોમ્પેક્ટ SUV 'હોન્ડા એલિવેટ'ની નવી ફેસલિફ્ટ આવૃત્તિ બજારમાં લોન્ચ કરી છે. આ કાર હ્યુન્ડાઇ ક્રેટા, રેનો ડસ્ટર, નિસાન ટેકટન અને મારુતિ વિક્ટોરિસ જેવી કાર સાથે સ્પર્ધા કરશે. કંપનીએ લોન્ચિંગ સાથે જ નવા મોડેલના માઇલેજ અને ફીચર્સની માહિતી આપી છે.

એન્જિન અને માઇલેજ

નવી એલિવેટમાં 1.5-લિટર, 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ i-VTEC પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 119 bhp પાવર અને 145 Nm ટોર્ક જનરેટ કરે છે.

માઇલેજની વાત કરીએ તો, 6-સ્પીડ મેન્યુઅલ (MT) વેરિઅન્ટ 15.31 કિમી/લીટરનું માઇલેજ આપે છે, જે જૂના મોડેલ જેટલું જ છે. જ્યારે CVT ઓટોમેટિક વેરિઅન્ટ 16.61 કિમી/લીટરનું માઇલેજ આપે છે. જૂના મોડેલમાં આ આંકડો 16.92 કિમી/લીટર હતો, એટલે કે નવા મોડેલમાં 0.31 કિમી/લીટરનો ઘટાડો થયો છે.

વેરિઅન્ટ્સ અને કિંમત

નવી એલિવેટ ફેસલિફ્ટ કુલ 5 ટ્રીમ લેવલમાં ઉપલબ્ધ છે: SV, V, VX, ZX અને નવું ZX+. ટોપ-એન્ડ ZX+ વેરિઅન્ટને 'બ્લેક એડિશન' તરીકે પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તેની શરૂઆતની કિંમત ₹11.80 લાખ છે.

બાહ્ય ડિઝાઇનમાં ફેરફાર

કારના એક્સટીરિયરને વધુ સ્પોર્ટી બનાવવામાં આવ્યું છે. ફ્રન્ટ ગ્રિલની ઉપર નવી સેગમેન્ટેડ LED DRL સ્ટ્રીપ આપવામાં આવી છે, જે બંને હેડલેમ્પને જોડે છે. ગ્રિલમાં નવી મેશ પેટર્ન અને ગ્લોસ-બ્લેક ફિનિશ છે. હોન્ડાનો લોગો હવે ગ્રિલની મધ્યમાંથી બોનેટની કિનારે મુકવામાં આવ્યો છે. પાછળના ભાગમાં નવો LED લાઇટ બાર આપવામાં આવ્યો છે, જે બંને ટેલલેમ્પને જોડે છે. કલર ઓપ્શનમાં નવો 'નોર્ડિક ફોરેસ્ટ પર્લ' રંગ સિંગલ અને ડ્યુઅલ-ટોન બંનેમાં મળશે. નીચેના બોડી ક્લેડીંગને મેટ ફિનિશથી બદલીને ગ્લોસ-બ્લેક ફિનિશ આપવામાં આવ્યું છે.

ઇન્ટિરિયર ફીચર્સ

કેબિનમાં ઘણી 'સેગમેન્ટ-ફર્સ્ટ' સુવિધાઓ આપવામાં આવી છે. આગળની બંને પાવર સીટ સાથે પાછળના મુસાફરો માટે પણ રીઅર વેન્ટિલેટેડ સીટ આપવામાં આવી છે. સલામતી અને ટેકનોલોજી માટે 360-ડિગ્રી પાર્કિંગ કેમેરા અને પાછળ બેસનારાઓ માટે કેપેસિટિવ-ટચ રીઅર LED રીડિંગ લેમ્પ આપવામાં આવ્યા છે. CVT ઓટોમેટિક વેરિઅન્ટમાં ઓટો-હોલ્ડ ફંક્શન સાથેની ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક પણ આપવામાં આવી છે.