સત્ય. સાહસ. સંકલ્પ.

ચોટીલામાં હિતેન કુમારની 'અડીખમ' ફિલ્મનું શૂટિંગ શરૂ, છ ગુજરાતી ફિલ્મોમાં આવશે

ચોટીલામાં હિતેન કુમારની 'અડીખમ' ફિલ્મનું શૂટિંગ શરૂ, છ ગુજરાતી ફિલ્મોમાં આવશે

ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા હિતેન કુમારની આગામી ફિલ્મ 'અડીખમ'નું શૂટિંગ ચોટીલામાં શરૂ થયું છે. મા ચામુંડાના ધામમાં પૂજા-અર્ચના બાદ ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે શૂટિંગને પણ શરૂઆત થઈ ગઈ છે.

ફિલ્મમાં હિતેન કુમાર મજબૂત અને યાદગાર ભૂમિકામાં જોવા મળશે. 'અડીખમ' નામ પરથી એવો અંદાજ લગાવી શકાય છે કે વાર્તા સંઘર્ષ, સ્વાભિમાન અને મક્કમ મનોબળ પર આધારિત હશે. ચોટીલા અને આસપાસના સ્થળોએ શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જ્યાં ચાહકોની ભીડ પણ જામી રહી છે.

હિતેન કુમારની આગામી છ ગુજરાતી ફિલ્મો આવવાની છે, જેમાં 'થેંક્યૂ પાપા', 'સફરનામુ', 'રફ એન્ડ ટફ કન્યા', 'ચાલો આવો છે ને?', 'અડીખમ' અને 'અલખ'નો સમાવેશ થાય છે.

બીજી તરફ, 'અડીખમ'ના શૂટિંગ સેટ પરથી આવેલા બિહાઇન્ડ ધ સીન્સ (BTS) વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં હિતેન કુમારનો અલગ અંદાજ જોવા મળે છે. ક્લિપ્સમાં ડિરેક્ટર સાથેની ચર્ચા, સીનનું રિહર્સલ અને ક્રૂ સાથેનો મસ્તીભર્યો માહોલ જોઈ શકાય છે. ચાહકો આ વીડિયોને શેર કરીને નવી ફિલ્મ માટે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.

આ ફિલ્મનું નિર્દેશન દર્શન જોશી (મેગી) કરી રહ્યા છે. ફિલ્મમાં હિતેન કુમાર સાથે અવની મોદી, નીલ ચાવડા, જયમીન પરમાર અને ઈશીકા તોરીયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.