સત્ય. સાહસ. સંકલ્પ.

હિંમતનગરમાં ધોધમાર વરસાદ: મુખ્ય માર્ગો પર ગોઠણસમું પાણી, વાહનચાલકો હેરાન

હિંમતનગરમાં ધોધમાર વરસાદ: મુખ્ય માર્ગો પર ગોઠણસમું પાણી, વાહનચાલકો હેરાન

હિંમતનગરમાં છેલ્લા એક કલાકથી સતત અને એકધારો વરસાદ પડી રહ્યો છે. આ ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયું છે.

શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન, નગરપાલિકા અને ટાવર રોડ સુધીના વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. રસ્તાઓ પર ગોઠણસમું પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પાણી નીકાળવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જોકે વરસાદ ચાલુ રહેતાં લોકોને હજુ પણ અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે.