હીરો મોટોકોર્પે તેની ડેસ્ટિની 110 લાઇન-અપમાં નવું સ્પેશિયલ એડિશન ઉમેર્યું છે, જેને ક્લાસિક એડિશન નામ આપવામાં આવ્યું છે. આ સ્કૂટર 76,400 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. નવા વર્ઝનમાં બે ડ્યુઅલ-ટોન પેઇન્ટ સ્કીમ, નવા ગ્રાફિક્સ અને કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે, જે તેને સ્ટાન્ડર્ડ સ્કૂટરથી અલગ બનાવે છે.
આ સ્કૂટર બે કલર કોમ્બિનેશનમાં ઉપલબ્ધ છે: મેટ ગોલ્ડફિશ સિલ્વર/લાઇટ ઇન્ડસ્ટ્રિયલ ગ્રે (બ્રાઉન ઇનર પેનલ્સ સાથે) અને મેટ એરીઝ બ્રાઉન (બ્લેક ઇનર પેનલ્સ સાથે). બંને મોડલના ફ્રન્ટ અને સાઇડ પેનલ્સ પર નવી સ્ટ્રાઇપ ડિઝાઇન આપવામાં આવી છે. સાઇડ મિરર્સ અને સીટ કવરનો કલર પણ બોડી કલર સાથે મેળ ખાય છે. વધુ પ્રીમિયમ લુક માટે 3D ક્લાસિક એડિશન બેજ અને રિમ ટેપ ઉમેરવામાં આવી છે.
એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 110.9ccનું એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન 7,250rpm પર 8bhp પાવર અને 5,750rpm પર 8.7Nm ટોર્ક જનરેટ કરે છે. તે CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. ઇંધણની બચત માટે હીરોની i3S (આઇડલ સ્ટોપ-સ્ટાર્ટ સિસ્ટમ) ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 56.2 કિમી પ્રતિ લિટર માઇલેજ આપે છે.
ફીચર્સની વાત કરીએ તો પ્રોજેક્ટર LED હેડલાઇટ, LED ટેલ-લેમ્પ, ડિજિટલ-એનાલોગ સ્પીડોમીટર, ફ્રન્ટ ગ્લવબોક્સમાં મોબાઇલ ચાર્જિંગ માટે USB પોર્ટ આપવામાં આવ્યો છે. સ્કૂટરનું વ્હીલબેઝ 1,302mm, સીટની ઊંચાઈ 770mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 162mm છે. સસ્પેન્શનમાં આગળ ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળ સિંગલ-સાઇડેડ શોક એબ્સોર્બર છે. 12 ઇંચના ટ્યૂબલેસ ટાયર (આગળ 90/90, પાછળ 100/80), 114 કિલો વજન અને 5.3 લિટર ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે.