સત્ય. સાહસ. સંકલ્પ.

હૃદયના દર્દીઓ કાજુ-બદામ ખાઈ શકે? નિષ્ણાતો શું કહે છે

હૃદયના દર્દીઓ કાજુ-બદામ ખાઈ શકે? નિષ્ણાતો શું કહે છે

હૃદયની બીમારી ધરાવતા લોકોને ખાનપાનમાં ખાસ સંયમ રાખવાની સલાહ અપાય છે. તેમને તેલવાળો અને મસાલેદાર ખોરાક ટાળવાનું કહેવામાં આવે છે. પરંતુ ઘણા દર્દીઓના મનમાં પ્રશ્ન થાય છે કે શું તેઓ કાજુ અને બદામ ખાઈ શકે? આ સવાલના જવાબમાં નિષ્ણાતો કહે છે કે હૃદયના દર્દીઓ કાજુ અને બદામનું સેવન કરી શકે છે. આ બંને ડ્રાયફ્રૂટ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે.

કાજુ અને બદામમાં હેલ્ધી ફેટ્સ, ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જોકે, માત્રા મહત્ત્વની છે. નિષ્ણાતોના મતે હૃદયના દર્દીઓ દરરોજ આશરે 20થી 30 ગ્રામ (એક નાની મુઠ્ઠી જેટલા) ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકે છે. આમાં 5થી 6 બદામ અને 3થી 4 કાજુનો સમાવેશ થઈ શકે છે. દરેક વ્યક્તિની દૈનિક કેલરીની જરૂરિયાત અને સ્વાસ્થ્યની સ્થિતિ અલગ હોવાથી યોગ્ય માત્રા પણ બદલાઈ શકે છે.

નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. હૃદયની બીમારી ધરાવતા લોકોએ ડ્રાયફ્રૂટ્સનું સેવન કરતાં પહેલાં પોતાના ડોક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લેવી જોઈએ.