સત્ય. સાહસ. સંકલ્પ.

HDFC બેંકના નવા MD-CEO બન્યા અનૂપ બાગચી, RBIએ મંજૂરી આપી; 27 ઓક્ટોબરથી કાર્યભાર સંભાળશે

HDFC બેંકના નવા MD-CEO બન્યા અનૂપ બાગચી, RBIએ મંજૂરી આપી; 27 ઓક્ટોબરથી કાર્યભાર સંભાળશે

HDFC બેંકે અનૂપ બાગચીને તેના નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મંજૂરી મળ્યા બાદ બેંકે 1 ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જને આ અંગે માહિતી આપી.

બાગચી 27 ઓક્ટોબરથી કાર્યભાર સંભાળશે. હાલના MD અને CEO શશિધર જગદીશનનો કાર્યકાળ 26 ઓક્ટોબરે પૂરો થાય છે. જગદીશને આગામી કાર્યકાળ માટે ફરી નિમણૂકની માંગ કરી નહોતી.

અનૂપ બાગચીને બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં લાંબો અનુભવ છે. ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFCની કમાન સંભાળતા પહેલાં તેઓ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના MD અને CEO રહી ચૂક્યા છે.

MD-CEOની રેસમાં કાયદઝાદ ભરુચાનું નામ પણ સામેલ હતું. મીડિયા અહેવાલો અનુસાર બેંકે ટોચના પદ માટે બે નામનો પ્રસ્તાવ મોકલ્યો હતો: પહેલું નામ અનૂપ બાગચીનું, જેઓ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના MD અને CEO છે; અને બીજું નામ HDFC બેંકના ડેપ્યુટી MD કાયદ ભરુચાનું.

આ પહેલાં આજે જ કોટક મહિન્દ્રા બેંકે અનૂપ કુમાર સાહાને પોતાના નવા MD અને CEO તરીકે નિમણૂક કરી છે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. સાહા 1 જાન્યુઆરી 2027થી આ પદ સંભાળશે. તેઓ હાલમાં બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદ પર છે. સાહા પાસે 32 વર્ષથી વધુનો અનુભવ છે, જેમાં બેંકિંગ અને નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓમાં 25 વર્ષનો અનુભવ સામેલ છે.